અમરેલી જિલ્લાના ખાંભા-રાજુલા રોડ પર 7 સિંહોની લટાર, ટ્રાફિક થંભી ગયો- જુઓ Video
સાતેય સિંહોને વનવિભાગ દ્વારા સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ખાંભા અને રાજુલાના વિસ્તારોમાં સિંહોની સતત અવર-જવર જોવા મળે છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા રેન્જના ખાંભાથી રાજુલા જતાં રોડ પર આદસંગ ગામ નજીક મંગળવારે સાંજે 7 સિંહો જોવા મળ્યા હતા.
આ સાતેય સિંહોને વનવિભાગ દ્વારા સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ખાંભા અને રાજુલાના વિસ્તારોમાં સિંહોની સતત અવર-જવર જોવા મળે છે. વાહનવ્યવહાર અને સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનવિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. વનવિભાગની ટીમે વાહનોને અટકાવીને સાતેય સિંહોને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરાવ્યો હતો.
ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ એક્સ હેન્ડલ પર આનો વીડિયો શેયર કર્યો છે અને લખ્યું છે કે ગુજરાતમાં લોકો અને જનતા વચ્ચે સાચો તાલમેલ છે. 7 એશિયાટિક સિંહો આદેસંગ ગામ નજીક ખાંભા-રાજુલા હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા હતા. વિનવિભાગની ટીમે સિંહોના સમૂહ અને આવાગમન કરનારા લોકો, બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી તેના માટે તેમની પ્રશંસા.