દિલ્હી જંતર-મંતર પર CJP સંસ્થાપક અભિજીત દિપકે પર મહિલાએ ફેંકી સ્યાહી- જુઓ Video
દિલ્હી જંતર-મંતર ખાતે અનિશ્ચિતકાલિન અનશન પર બેઠેલા સીજેપી (કોક્રોચ જનતા પાર્ટી)ના સંસ્થાપક અભિજીત દિપકે પર એક મહિલાએ સ્યાહી ફેંકી છે. આ ઘટના બાદ જંતર-મંતરમાં અફરા-તફરીનો માહોલ બન્યો. મહિલાને તાત્કાલિક પકડીને પોલીસને હવાલે કરવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
પર્યાવરણવિદ્દ સોનમ વાંગચુકને ભૂખ હડતાળ દરમિયાન દિલ્હી પોલીસે કાર્યવાહી કરીને સફદરજંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. તેમના પછી જંતર-મંતર ખાતે અનિશ્ચિતકાલિન ભૂખ હડતાળ પર બેઠેલા સીજેપીના સંસ્થાપક અભિજીત દિપકે પર એક મહિલાએ સ્યાહી ફેંકી છે. આ ઘટના બાદ અહીં અફરા-તફરીની સ્થિતિ સર્જાઈ હતી. મહિલાને તાત્કાલિક ઝડપી પાડીને પોલીસને હવાલે કરવામાં આવી છે. પોલીસ દિપકે પર સ્યાહી ફેંકનાર મહિલાની પૂછપરછ કરી રહી છે.
જો કે મહિલાની ઓળખ હાલ ઉજાગર થઈ નથી અને તેણે દિપકે પર સ્યાહી શા માટે ફેંકી તેનો પણ ખુલાસો થયો નથી. પોલીસ આખા મામલાની તપાસ કરી રહી છે.
અભિજીત દિપકેએ શનિવારે સવારથી જ અનિશ્ચિતકાલિન અનશનની શરૂઆત કરી હતી. તેમણે આ નિર્ણય ત્યારે લીધો, જ્યારે દિલ્હી પોલીસે એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવીને સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા. દિપકેએ આરોપ લગાવ્યો છે કે પોલીસે દેખાવકારો પર કાર્યવાહી કરીને આંદોલનને દબાવવાની કોશિશ કરી છે.
20 જુલાઈએ સંસદ માર્ચની હતી યોજના
દિપકેએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એલાન કર્યું છે કે તેઓ તાત્કાલિક પ્રભાવથી અનિશ્ચિતકાલિન ભૂખ હડતાળ પર બેસી રહ્ય છે. તેમણે એ પણ કહ્યુ કે 20 જુલાઈએ પ્રસ્તાવિ ચલો સંસદ માર્ચ પોતાના નિશ્ચિત કાર્યક્રમ મુજબ કાઢવામાં આવશે.
આના પહેલા શનિવારે સવારે દિલ્હી પોલીસે જંતર-મંતર પર ચાલી રહેલા દેખાવકારોને હટાવવાની કાર્યવાહી કરી હતી. પોલીસે કહ્યું કે સોનમ વાંગચુકની સતત કથળતી તબિયત અને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને તેમણે એક્સપર્ટ્સ ડોક્ટરોની સલાહ પર વાંગચુકને સફદરજંગ હોસ્પિટલ ખસેડયા છે. પોલીસે દેખાવકારોને અપીલ કરી કે તેઓ શાંતિપૂર્વક દેખાવ સ્થળને ખાલી કરી દે.
NEET પેપર લીકનો વિરોધ કરી રહી છે કૉકરોચ જનતા પાર્ટી
મહત્ત્વપૂર્ણ છે કે સોનમ વાંગચુક NEET પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીને લઈને ભૂખ હડતાળ પર હતા. શનિવારે તેમના અનશનનો 21મો દિવસ હતો. વાંગચુકને હોસ્પિટલ લઈ જવાયા બાદ અભિજીત દિપકેએ આંદોલનની કમાન સંભાળતા ખુદ અનિશ્ચિતકાલિન અનશન શરૂ કર્યા છે, પરંતુ તેના કેટલાક કલાકો બાદ તેમના પર સ્યાહી ફેંકવાની ઘટના બની છે અને તેને કારણે જંતર-મંતર પર નવો બખેડો ઉભો થઈ ચુક્યો છે. હાલ પોલીસ મામલાની તપાસમાં લાગેલી છે.