બેંગલુરુ-મેંગલુરુ હાઈવે પર અકસ્માતનો ડરામણો Video આવ્યો સામે, 1નું મોત-4 ઘાયલ
અકસ્માત માટે બેદરકારી જવાબદાર હોય છે. ચાહે આ બેદરકારી કોઈપણની હોય અને કોઈપણ રીતે થતી હોય. સાવધાની હટી તો દુર્ઘટના ઘટીના બોર્ડ એટલે જ સડકો પર લાગેલા હોય છે. પણ તેમ છતાં બેદરકારીથી ડ્રાઈવિંગ કરીને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં નાખવામાં આવતો હોય છે
કર્ણાટકના મંડયા જિલ્લાના નાગમંગલા તાલુકાના બેલ્લૂર ક્રોસ પાસે બેંગલુરુ- મેંગલુરુ નેશનલ હાઈવે પર સોમવારે હાઈ સ્પીડમાં આવતી એક કારે તેની આગળ ચાલી રહેલી કારને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા. દુર્ઘટનાનો આખો વીડિયો હાઈવે પરથી પસાર થઈ રહેલી એક અન્ય કારના ડેશકેમમાં રેકોર્ડ થયો. ઘાયલોને બેલ્લૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મામલો બેલ્લૂર પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રનો છે.
અકસ્માત માટે બેદરકારી જવાબદાર હોય છે. ચાહે આ બેદરકારી કોઈપણની હોય અને કોઈપણ રીતે થતી હોય. સાવધાની હટી તો દુર્ઘટના ઘટીના બોર્ડ એટલે જ સડકો પર લાગેલા હોય છે. પણ તેમ છતાં બેદરકારીથી ડ્રાઈવિંગ કરીને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં નાખવામાં આવતો હોય છે.