અમદાવાદમાં 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, વાસણા બેરેજના 15 ગેટ ખોલાયા
ભારે વરસાદને કાણે સાબરમતી નદીના ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે વાસણા બેરેજ ખાતે પૂર નિયંત્રણ માટે તાત્કાલિક પગલા લેવાની સ્થિતિ પેદા થઈ છે. જેના ભાગરુપે સાબરમતીના હેઠવાસમાં હાલ 29,994 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલની સ્થિતિને કાબુમા લેવા માટે વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.
સાબરમતી નદી કિનારાના તમામ ગામડાં એલર્ટ પર છે. અમદાવાદમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના 15 ગેટ ખોલીને 29,994 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં વહેલી સવારથી બપોર સુધી વરસેલા ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ભારે વરસાદને કાણે સાબરમતી નદીના ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે વાસણા બેરેજ ખાતે પૂર નિયંત્રણ માટે તાત્કાલિક પગલા લેવાની સ્થિતિ પેદા થઈ છે. જેના ભાગરુપે સાબરમતીના હેઠવાસમાં હાલ 29,994 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલની સ્થિતિને કાબુમા લેવા માટે વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.
હાલ જળાશયની સપાટી 126.50 ફૂટે પહોચી છે. જેના પગલે બેરેજના 10 ગેટ 3 ફૂટ ખોલાયા છે. જેમાં ગેટ ક્રમાંક 15થી 24નો સમાવેશ થાય છે. જ્યારે વાસણા બેરેજના 4 ગેટને 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેમાં ગેટ ક્રમાંક - 25,26,27 અને 28નો સમાવેશ થાય છે. જેના કારણે નદીના નીચાણવાળા વિસ્તારો અને સાબરમતી નદીના કાંઠા વિસ્તારના ગામડાંઓને એલર્ટ કરાયા છે.

અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઈજનેર વતી ફ્લડ ઈન ચાર્જ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને નદી કિનારાના વિસ્તારોને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે. પૂરની સંભવિત અસરથી પ્રભાવિત થનારા તમામ ગામોના લોકોને સલામત સ્થાનો પર ખસી જવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા માટે વહીવટી તંત્રે સૂચના આપી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હેઠળ પ્રભાવિત ગામોની યાદી તૈયાર કરીને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં 23 જુલાઈએ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો અને માત્ર 6 કલાકના ટૂંકાગાળામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અમદાવાદમાં 15 સ્થાનો પર પાણી ભરાયા છે. 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલ નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.