"હું મારા ભગવાનને છોડીને નહીં જઉં" : ચિત્રકૂટમાં પુરના જોખમ વચ્ચે DM-SPને પૂજારીનો જવાબ
ચિત્રકૂટમાં મંદાકિની નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે,જિલ્લા પ્રશાસન દ્વારા લોકો અને પૂજારીઓને સુરક્ષિત સ્થાનો પર ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે
ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં નદીનું જળસ્તર વધ્યું છે અને તેને કારણે પુર જેવી સ્થિતિ પેદા થઈ છે. આના કારણે પ્રશાસન દ્વારા રામઘાટ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યૂ અભિયાન ચલાવાય રહ્યું છે.
ચિત્રકૂટમાં મંદાકિની નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. સ્થિતિની ગંભીરતા જોતા જિલ્લા પ્રશાસન દ્વારા લોકો અને પૂજારીઓને સુરક્ષિત સ્થાનો પર ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.
ચિત્રકૂટથી આવેલા એક વીડિયોમાં ડીએમ પુલકિત ગર્ગ અને એસપી અરુણ દ્વારા રામઘાટના એક મંદિરના પૂજારીને બંને હઆથ જોડીને કહી રહ્યા છે કે મહારાજ મંદિરમાંથી બહાર આવી જાવ. ત્યારે પૂજારી કહે છે કે અમે અમારા ભગવાનને છોડીને નહીં જઈએ.