તહેલકાવાળો પત્રકાર તરુણ તેજપાલ બળાત્કારનો દોષિત, HCએ પલટયો બરી કરવાનો ચુકાદો
ગોવા સરકારે 2021માં સેશન્સ કોર્ટ દ્વારા તેજપાલને બરી કરવાના ચુકાદાને બોમ્બે હોઈકોર્ટમાં પડકાર્યો હતો, જેના પર આજે ચુકાદો આવ્યો છે
તહલકા મેગેઝીનનો પૂર્વ એડિટર ઈન ચીફ તરુણ તેજતપાલ 2013ના બહુચર્ચિત રેપ કેસમાં દોષિત ઠર્યો છે. બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપતા માપુસાની ટ્રાયલ કોર્ટના 2021ના તેજપાલને તમામ આરોપોમાંથી મુક્ત કરવાના નિર્ણયને પલટયો હતો. કોર્ટે હવે તેજપાલને આ મામલામાં દોષિત ઠેરવ્યો છે.
જસ્ટિસ ડૉ. નીલા ગોખલે અને જસ્ટિસ અમિત જામસાંડેકરની ડિવિઝન બેન્ચે ગોવા સરકાનરી અપીલને મંજૂર કરીને તેજપાલને દોષિત ઠેરવ્યો છે. ખંડપીઠે તેજપાલને આઈપીસીની કલમ - 376(2)(એફ) અને 376(2)(કે) હેઠળ બળાત્કાર અને યૌન ઉત્પીડન અને તેની સાથે કલમ-354-એ અને કલમ-354-બી હેઠળના આરોપોમાં દોષિત ઠેરવ્યો છે.
ખંડપીઠને વિનંતી કરતા તેજપાલે કહ્યુ કે તે હવે 62 વર્ષનો છે અને નરમી દાખવવાની વિનંતી કરે છે. તેણે કહ્યુ કે હું 62 વર્ષનો છું અને મારું માનવું છે કે હું પીડિત છું. મારી પત્ની છે અને તેના સિવાય વધારે કંઈ કહેવા માટે નથી. હું બસ એટલું કહી શકું કે અમે અપીલ કરી શકીએ છીએ. મહેરબાની કરીને મારા પ્રત્યે નરમી દાખવો. બાકી તથ્ય રેકોર્ડ પર મૂકવામાં આવ્યા છે.
હાઈકોર્ટ આજે બપોરે અઢી વાગ્યે તેજપાલની સજાની અવધિનું એલાન કરશે. મહત્ત્વપૂર્ણ છે કે ગોવા સરકારે 2021માં સેશન્સ કોર્ટ દ્વારા તેજપાલને બરી કરવાના ચુકાદાને બોમ્બે હોઈકોર્ટમાં પડકાર્યો હતો, જેના પર આજે ચુકાદો આવ્યો છે.
સુનાવણી દરમિયાન ગોવા સરકાર તરફથી રજૂ થયેલીા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલ કરી હતી કે નીચલી કોર્ટના ચુકાદો ખરાબ નિષ્કર્ષોનો એક ક્લાસિક મામલો હતો.રાજ્ય સરકારે કરો્ટને ક્હયું કે ટ્રાયલ કોર્ટે જે પ્રકારે આ મામલાને ડિલ કર્યો છે, તે આશ્ચર્યકારક હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે કોર્ટે આરોપીના સ્થાને પીડિતાને જ કટઘરામાં ઉભી કરી દીધી હોય. સરકાર તરફથી એ પણ કહેવામાં આવ્યું કે નીચલી કોર્ટે આ નક્કી કરવાની કોશિશ કરી કે યૌન ઉત્પીડનનો શિકાર કોઈ મહિલાએ ઘટના બાદ કેવો વ્યવહાર કરવો જોઈએ.
તેજપાલ તરફથી દલીલ આપવામાં આવી હતી કે પીડિતાનું નિવેદન ભરોસાપાત્ર ન હતું અને સીસીટીવી ફૂટેજ પણ આરોપોની પુષ્ટિ કરતા નથી. જો કે હાઈકોર્ટે ફરિયાદી પક્ષની દલીલો અને તેજપાલ દ્વારા પીડિતાને મોકલવામાં આવેલા માફીનામાવાળા ઈમેલને મહત્ત્વના આધાર માનીને તેને દોષિત ઠેરવ્યો.
મહત્ત્વપૂર્ણ છે કે નવેમ્બર - 2013માં ગોવાની એક ફાઈવસ્ટાર હોટલની એક લિફ્ટમાં તહલકા મેગેઝીનની એક ઈન્વેન્ટ દરમિયાન તરુણ તેજપાલ પર તેની જ એક જૂનિયર મહિલા પત્રકારે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. મામલાના તૂલ પકડવા પર તેજપાલને 30 નવેમ્બર, 2013ના રોજ એરેસ્ટ કરવામાં આવ્યો હતો. મે-2014માં તેને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. 21 મે, 2021ના રોજ ગોવાની એક સેશન્સ કોર્ટે તેને પુરાવાના અભાવને ટાંકીને બરી કરી દીધો હતો. પરંતુ હવે હાઈકોર્ટે તે ચુકાદાને પલટતા તેજપાલને દોષિત ઠેરવ્યો છે.