55 લાખ વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડ પાસે કાર પર કરાવી 3400 કિસ, પોલીસે ફટકાર્યો 5500નો દંડ
યુવક મુજબ, તેનો ઉદેશ્ય સોશયલ મીડિયા પર અલગ પ્રકારની રીલ બનાવવાનો અને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો હતો
સોશયલ મીડિયા પર રીલને વાઈરલ કરવાની ઘેલછામાં મધ્યપ્રદેશના ગ્વાલિયરના યુવકે પોતાની કાર પર ગર્લફ્રેન્ડ પાસે 3400 કિસ કરાવી લિપસ્ટિકના નિશાન બનાવ્યા હતા. આ કિસિંગ કારનો વીડિયો બનાવીને યુવકે તેને ઈંસ્ટાગ્રામ પર મૂક્યો હતો. રીલના એક દિવસમાં તેને લગભગ 55 લાખ વ્યૂઝ મળ્યા. વીડિયોમાં કાર તેજ રફ્તારથી સડક પર દોડતી દેખાયા બાદ ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેનું ચાલન કરીને 5500નો દંડ ફટકાર્યો હતો.
ગ્વાલિયર ટ્રાફિક પોલીસ મુજબ, કારનો નંબર એમપી 07 સીસી 9452નો વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વીડિયોમાં આખી કારની બોડી પર લિપસ્ટિકના નિશાન જોવા મળતા હતા. પોલીસે વીડિયોના આધારે કારની શોધખોળ શરૂ કરી હતી અને તેનું સરનામું ગ્વાલિયરના થાટીપુર વિસ્તારનું હતું. તેના પછી પોલીસ ટીમે કારને જપ્ત કરી અને પોલીસ સ્ટેશન પહોંચાડી હતી અને તેના માલિક આદિત્ય સિકરવારની પૂછપરછ કરી હતી.
પોલીસ પૂછપરછમાં આદિત્યે ક્હ્યુ કે કાર પર લિપસ્ટિકના નિશાન તેની મહિલા મિત્રે બનાવ્યા હતા. કાર ઉભી હતી અને તેની બોડી પર લગભગ 3400 ચુંબન કરવામાં આવ્યા. આ આખી પ્રક્રિયામાં લગભગ 3.5 કલાકનો સમય લાગ્યો. તેના પછી કારનો વીડિયો બનાવીને ઈંસ્ટાગ્રામ પર અપલોડ કર્યો. યુવક મુજબ, તેનો ઉદેશ્ય સોશયલ મીડિયા પર અલગ પ્રકારની રીલ બનાવવાનો અને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો હતો. રીલ વાઈરલ પણ થઈ અને લગભગ 55 લાખ વ્યૂઝ મળ્યા.
પોલીસ મુજબ, આદિત્યે પોતાની ભૂલ સ્વીકારી. તેના પછી તેણે કારની બોડી પર લાગેલા લિપસ્ટિકના નિશાન પાણીથી સાફ કર્યા. પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ મામલે 5500 રૂપિયાનો દંડ કર્યો. ટ્રાફિક પોલીસ સ્ટેશનના પ્રભારી અભિષેક રઘુવંશીએ કહ્યુ કે સોશયલ મીડિયા પર વીડિયો બનાવવા દરમિયાન ટ્રાફિકના નિયમોની અણદેખી કરનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને અપીલ કરી છે કે રીલ અથવા વીડિયો માટે સડક પર વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનો ભંગ કરો નહીં. મોટર વ્હીકલ એક્ટનું પાલન કરો.