નેપાળમાં પુરને કારણે કૈલાસ માનસરોવરની યાત્રા પર નીકળેલું વડોદરાનું NRI યુગલ ગુમ
કિન્નરીના પરિવારે કહ્યુ છે કે તે રક્ષાબંધનના તહેવાર પર ભારત પાછા ફરવા માંગતી હતી. તેમની યોજના પહેલા કૈલાસ ધામની યાત્રા પુરી કરવી અને પછી ભારત આવવાની હતી
નેપાળમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડ અને તબાહીમાં વડોદરાના એનઆરઆઈ યુગલના ગુમ થવાના અહેવાલ છે. 30 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહેતા કિન્નરી પટેલ અને તેમના પતિ મિહિર પટેલ કૈલાસ માનસરોવરની યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા. પરંતુ હવે પરિવાર સાથે તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. જેને કારણે પરિવાર ઘેરા આઘાત અને ચિંતામાં છે.
કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે કહ્યુ છે કે તેમની બહેન અને તેમના બનેલી ન્યૂઝીલેન્ડથી સીધા કાઠમંડૂ પહોંચ્યા હતા. બંનેએ પોતાની યાત્રાનું બુકિંગ ખુદ કરાવ્યું હતું. કાઠમંડૂ પહોંચ્યા બાદ તેઓ એક હોટલમાં લગભગ 3 દિવસરોકાયા અને તેના પછી તેઓ કૈલાસ માનસરોવરની યાત્રા માટે રવાન થયા હતા. હોટલમાંથી ચેક-આઉટ કર્યા બાદથી બંનેનો સંપર્ક તૂટી ગયો છે.
ચિરાગ પટેલે ક્હ્યુ છે કે પરિવારે કાઠમંડૂના હોટલ કર્મચારીઓનો સંપર્ક કરીને જાણકારી એકઠી કરવાની કોશિશ કરી છે. હોટલમાંથી ખબર પડી કે યુગલ ત્રણ દિવસ રોકાયું હતું અને તેના પછી હોટલ છોડીને ચાલ્યું ગયું. તેના પછી પરિવાર પાસે તેમની કોઈ જાણકારી નથી. પરિવાર માટે સૌથી વધુ ચિંતાની વાત એ છે કે નેપાળમાં હાલ પૂર અને ખરાબ હવામાનને કારણે બહેદ મુશ્કેલ સ્થિતિ છે. તેવામાં તેમને ડર સતાવી રહ્યો છે કે કિન્નરી અને મિહિર કોઈ મુશ્કેલીમાં ફસાયા તો નથી ને?
કિન્નરીના પરિવારે કહ્યુ છે કે તે રક્ષાબંધનના તહેવાર પર ભારત પાછા ફરવા માંગતી હતી. તેમની યોજના પહેલા કૈલાસ ધામની યાત્રા પુરી કરવી અને પછી ભારત આવવાની હતી. પરિવાર હવે રાહ જોઈ રહ્યો છે કે બંને સુરક્ષિત પાછા ફરે અને તેમના ઘરમાં ફરીથી ખુશીઓ પાછી ફરે. ચિરાગ પટેલે સરકારને ભાવુક અપીલ કરી છે કે બચાવ અભિયાનમાં કોઈપણ પ્રકારનો વિલંબ કરવો જોઈએ નહીં. તેમણે વધુમાં વધુ હેલિકોપ્ટરોને તેનાત કરવા અને સેનાની મદદથી સર્ચ ઓપરેશન તીવ્ર બનાવવાની માગણી કરી છે.
ચિરાગ પટેલ મુજબ, નેપાળ અને ભારત બંનેના પ્રશાસન તરફથી પરિવારને સહયોગ મળી રહ્યો છે. અધિકારીઓએ યુગલ સાથે જોડાયેલી તમામ જાણકારી એકઠી કરી લીધી છે અને ભરોસો અપાવ્યો છે કે જેવી કોઈ મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવશે, પરિવારને સૂચિત કરવામાં આવશે. પરિવારને આશા છે કે હવે સરકાર અને રાહત -બચાવ એજન્સીઓ તેમના સ્વજનોની જાણકારી મેળવશે.