"કાયદો-વ્યવસ્થા સરકારની જવાબદારી": CJPની 5 સપ્ટેમ્બરની માર્ચ પર SCનો રોક લગાવવાનો ઈન્કાર
કોર્ટનું કહેવું છે કે હાલ એવો કોઈ નક્કર આધાર નથી, જેનાથી માનવામાં આવે કે માર્ચ દરમિયાન કંઈક ખોટું થવાનું છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને જવાબદારી , શાંતિ જાળવી રાખવા અને કાયદાનું પાલન કરવાનની આશા વ્યક્ત કરી છે
દિલ્હીમાં 5મી સપ્ટેમ્બરે થનારી કોકરોચ જનતા પાર્ટી (CJP)ના માર્ચ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હાલ એવું કોઈ નક્કર કારણ નથી કે જેનાથી એ માનવામાં આવે કે માર્ચ દરમિયાન કોઈ અપ્રિય ઘટના થશે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સરકારની જવાબદારી છે અને આશા છે કે તમામ પક્ષ કાયદાની મર્યાદામાં શાંતિપૂર્ણ રીતે કામ કરશે.
સીજેપીએ 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર માર્ચનું એલાન કર્યું છે. આને લઈને એક પૂર્વ પોલીસ અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માર્ચ રોકવાની માગણી કરી હતી. અરજદાર તરફથી રજૂ થયેલા વકીલ ડૉ. રિજવાને કહ્યુ કે માર્ચની ઘોષણા સોશયલ મીડિયા પર કરવામાં આવી છે, જ્યારે તેની જાણકારી પ્રમાણે આના માટે હજીપણ મંજૂરી લેવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો આગળ કોઈ ચિંતાજનક સ્થિતિ બને છે, તો તેને કોર્ટની સામે રાખી શકાય છે. સુપ્રીમ કોર્ટે અરજીને સોલિસિટર જનરલની સામે રાખવાનું કહ્યું છે. મામલાની વિલંબિત અરજીઓની સાથે 10 સપ્ટેમ્બરની સુનાવણી માટે યાદીબદ્ધ કરવામાં આવી છે.
રિજવાને કહ્યુ કે વિરોધ કરવાનો દરેકને અધિકાર છે. પરંતુ તેના માટે નિર્ધારીત પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યુ છે કે સોશયલ મીડિયા પર માર્ચનું એલાન થઈ ચુક્યું છે, જ્યારે હજી સુધી મંજૂરી લેવામાં આવી નથી. વકીલે 12 અને 13 સપ્ટેમ્બરે રાજધાનીમાં આંતરરાષ્ટ્રીય ગણમાન્ય લોકોના આવવાનો પણ હવાલો આપ્યો. તેમણે કહ્યુ હતુ કે આવા સમયમાં પ્રદર્શન દરમિયાન નાનકડી ઘટના પણ મોટો સવાલ પેદા કરી શકે છે. તેમણે પહેલાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તેમની આશંકા અનુભવ પર આધારીત છે.
તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે જો દેખાવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા વણસશે તો પોલીસની ભૂમિકા પર સવાલ ઉભા થશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની દલીલ વિરોધના અધિકારની વિરુદ્ધ નથી.
સીજેઆઈ સૂર્યકાંતે કહ્યુ છે કે મામલાના બે પાસા છે. એક કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલો છે. બીજું નીતિગત છે. તેવામાં સંબંધિત પક્ષોને વાતચીત દ્વારા સમાધાન કાઢવાનો મોકો આપવો જોઈએ. તેમણે ક્હ્યુ કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા સરકાર અને સુરક્ષા એજન્સીઓની જવાબદારી છે. તે નક્કી કરશે કે શું કાયદાની મર્યાદામાં છે અને શું ગેરકાયદેસર છે.
કોર્ટનું કહેવું છે કે હાલ એવો કોઈ નક્કર આધાર નથી, જેનાથી માનવામાં આવે કે માર્ચ દરમિયાન કંઈક ખોટું થવાનું છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને જવાબદારી , શાંતિ જાળવી રાખવા અને કાયદાનું પાલન કરવાનની આશા વ્યક્ત કરી છે.
સુનાવણી દરમિયાન છાત્ર વિરોધ સાથે જોડાયેલા એફઆઈઆરના મુદ્દા પણ સામે આવ્યા. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે કેન્દ્ર તરફથી એફઆઈઆરને સમાપ્ત કરવાની માગણીને લઈને અરજી અપાઈ રહી છે. તેવામાં બંધારણના અનુચ્છેદ- 142 હેઠળ સુપ્રીમ કોર્ટની શક્તિઓનો ઉપયોગ કરવાની માગણી કરવામાં આવી છે. સોલિસિટર જનરલે આ અરજીને સુનાવણી માટે યાદીબદ્ધ કરવાનો અનુરોધ કર્યો. સુપ્રીમ કોર્ટે તેને આગામી દિવસ માટે યાદીબદ્ધ કરવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો પક્ષકાર કોઈ સમજૂતી અથવા સમાધાનની દિશામાં આગળ વધી રહ્યા છે, તો તેને લઈને કોર્ટને કોઈ પરેશાની નથી.
અરજદાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો દેખાવકાર અથવા તેના વકીલ કોર્ટની સામે હાજર થઈને કોર્ટના આદેશ પ્રત્યે સમ્માન દર્શાવે તો સ્થિતિ સારી થઈ શકે છે. આના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ કે કોર્ટ કોઈ એવા સમૂહને કેવી રીતે મજબૂર કરી શકે છે, જે તેની સામે એક સંગઠિત અથવા ચિન્હિત પક્ષ તરીકે હાજર નથી.
વકીલે બ્રિક્સ સમિટને ટાંકીને કહ્યુ કે રાજધાનીમાં હાલ સંવેદનશીલતા વધારે છે. તેમણે આંતરરાષ્ટ્રીય મીડિયાની હાજરીનો પણ ઉલ્લેખ કર્યો. જો કે સુપ્રીમ કોર્ટે આ આશંકાઓને માર્ચ પર રોક લગાવવા માટે પુરતો આધાર માન્યો નથી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આગળ કોઈ અપ્રિય ઘટના થાય છે અથવા સ્થિતિ ચિંતાજનક બને છે, તો અરજદાર ફરીથી કોર્ટની દિશા પકડી શકે છે. હાલ 5 સપ્ટેમ્બરની માર્ચ પર કોઈ રોક નથી.
મામલાને વિલંબિત છાત્ર વિરોધ સાથે જોડાયેલી અરજીઓ સાથે 10 સપ્ટેમ્બરે સુનાવણી માટે રાખવામાં આવ્યો છે. આ દરમિયાન માર્ચને લઈને કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલા નિર્ણય સરકાર અને પ્રશાસનને લેવા પડશે.