ભાવનગરમાં નકલી વિદેશી દારુએ 4ના જીવ લીધા, 4 ગામના 20 લોકોને અસર
એસડીએમ અક્ષર વ્યાસે કહ્યુ છે કે તાજેતરમાં 20 લોકો સારવાર હેઠળ છે. જેમાં ભાવગનરની સિવિલ હોસ્પિટલમાં 12, આરોગ્યમ હોસ્પિટલમાં 5સ બિમ્સમાં 1 અને વેદ આઈસીયૂમાં 2 દર્દીઓ છે.
ભાવનગરમાં નકલી વિદેશી દારુ પીવાથી ચારના મોત નીપજ્યા છે.આ સાથે ભાવનગર જિલ્લાના અકવાડા, તળાજા રોડ, ભરતનગર, ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણાના ગામના 20 લોકો અસરગ્રસ્ત થયા છે. ગૃહ મંત્રીએ ગઈકાલે મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મીટિંગ કરીને ઘટનાની તપાસ એસએમસીને સોંપી છે. તેની સાથે એસપી મયૂરસિંહ ચાવડા ભાવનગર દોડી ગયા છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈનથી લાવવામાં આવેલા 28 પેટી દારૂમાંથી 15 પેટીઓને જપ્ત કરવામાં આવી છે. જ્યારે બાકીની 13 પેટીઓની બાળ મેળવવા માટે ભાવનગર પોલીસ એડી ચોટીનું જોર લગાવી રહી છે.
કૂલ 4ના મોતમાંથી બેના મોત શંકાસ્પદ છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે, તો બીજાના પરિવારે નકલી દારુ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે.
મૃતકમાં ભાવનગર તળાજા રોડના 40 વર્ષીય કાર્તિક અશ્વિનભાઈ મકવાણા, ઘોઘા તાલુકાના ખરકડી ગામના 25 વર્ષીય ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, મધ્યપ્રદેશ ઈન્દૌરના વતની નરેન્દ્રસિંહ યાદવ અને ભાવનગરના કનકસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.
એસડીએમ અક્ષર વ્યાસે કહ્યુ છે કે તાજેતરમાં 20 લોકો સારવાર હેઠળ છે. જેમાં ભાવગનરની સિવિલ હોસ્પિટલમાં 12, આરોગ્યમ હોસ્પિટલમાં 5સ બિમ્સમાં 1 અને વેદ આઈસીયૂમાં 2 દર્દીઓ છે.
ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે દારુ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારુ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું. તેના પછી લઠ્ઠાકાંડ થયાનું સામે આવ્યું. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય ચાર અજાણ્યા શખ્સો અલગ-અલગ સ્થાનો પર સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેન કર્યા છે.