અપમાન બાદ તેલંગાના વિધાનસભાના સ્પીકર ગૃહમાં જ રડી પડયા!
હૈદરાબાદના ખેરતાબાદ જિલ્લાના કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મોથા રોહિત મુદિરાજે ભારત રાષ્ટ્ર સમિતિના એમએલસી ટી મધુસૂદનની વિરુદ્ધ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહીની માગણી કરતા ફરિયાદ નોંધાવી છે
તેલંગાના વિધાનસભામાં સોમવારે કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા જે પહેલા ક્યારેય જોવા મળ્યા ન હતા. ગૃહમાં કથિતપણે અપમાનજનક અને વાંધાજનક ટીપ્પણીઓ કરાયા બાદ સ્પીકર ગદ્દામ પ્રસાદ કુમાર રડી પડયા.
હૈદરાબાદના ખેરતાબાદ જિલ્લાના કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મોથા રોહિત મુદિરાજે ભારત રાષ્ટ્ર સમિતિના એમએલસી ટી મધુસૂદનની વિરુદ્ધ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહીની માગણી કરતા ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે સ્પીકર પર કરવામાં આવેલા અપમાનજનક શબ્દોથી તેઓ રડી પડયા.
મુદિરાજે પોલીસે વીડિયો પુરાવાની તપાસ કરવા, એફઆઈઆર નોંધાવા, ડિજિટલ પુરાવાઓને સુરક્ષિત રાખવા, નિષ્પક્ષ તપાસ કરવા અને કાયદા મુજબ કાયદાકીય કાર્યવહી કરવાનો આગ્રહ કર્યો. પેદ્દાપલ્લી સાંસદ ગદ્દામ વામસી કૃષ્ણાએ સોમવારે વિધાનસભા પરિસરમાં થયેલી ઘટનાઓને લઈને બીઆરએસના કાર્યકારી અધ્યક્ષ કે. ટી. રામારાવે આકરી ટીકા કરી.
રાજ્યની રેવંત રેડ્ડીની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે કાળા કપડા પહેરીને આવ્યા. બીઆરએસના ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. કૃષ્ણાએ આરોપ લગાવ્યો કે કેટીઆરે પોતાની પાર્ટીના ધારાસભ્યને અપશબ્દ કહેવા માટે ઉશ્કેર્યા.
સાંસદે ડયૂટી પર તેનાત મહિલા કોન્સ્ટેબલ પર કથિતપણે હુમલાની નિંદા કરતા ક્હ્યુ કે આ કૃત્ય માટે જવાબદાર બીઆરએસ ધારાસભ્યો વિરુદ્ધ મામલો નોંધવો જોઈએ. કૃષ્ણાએ કહ્યુ કે વિપક્ષના નેતા ગૃહમાં હાજર ન હતા. બીઆરએસ ધારાસભ્યોએ મહિલા કોન્સ્ટેબલો પર હુમલા કર્યા અને આ કૃત્યમાટે તેમની વિરુદ્ધ મામલો નોંધવો જોઈએ.
કોંગ્રેસના ઘણાં દલિત ધારાસભ્યો અને એમએલસી પ્રમાણે, બીઆરએસના મધુસૂદને સ્પીકર વિરુદ્ધ ટીપ્પણી ત્યારે કરી જ્યારે પોલીસે વિપક્ષી ધારાસભ્યોને વિધાનસભા પરિસરની બહાર રોક્યા હતા. તેમણે આ ટીપ્પણીઓને દલિત સમુદાય અને સ્પીકરના પદનું અપમાન ગણાવી.
મધુસૂદને સ્પીકર વિરુદ્ધ કોઈપણ ટીપ્પણી કરવાથી ઈન્કાર કર્યો. એક નિવેદનમાં તેમણે કહ્યુ કે પોતાના નામથી કહેવામાં આવેલી કોઈપણ ટીપ્પણી પર ખેદ છે અને જો તેમને સ્પીકરની વિરુદ્ધ નિર્દેશિત માનવામાં આવે છે, તો તે તેના પાછી લઈ લેશે.
તેલંગાના વિધાનસભાના સત્રની શરૂઆત હંગામેદાર રહી. ભાજપના ધારાસભ્યોએ સૂત્રો લગાવ્યા અને રજિસ્ટ્રેશન એક્ટની કલમ-22-એ હેઠળ નાગરિકોની અંગત જમીનોની નિષેધ યાદીમાં સામેલ કરવા પર તાત્કાલિક ચર્ચાની માગણી કરી. આ યાદીમાં સામેલ સંપત્તિઓનું રજિસ્ટ્રેશન અને અન્ય લેણદેણ પર રોક હોય છે.
સ્પીકર કુમારની કારય્વાહી ચાલુ રાખવાની અપીલ છતાં ભાજપના ધારાસભ્યો માન્યા નહીં. વિધાયી મામલાના મંત્રી ડી. ઘશ્રીધર બાબુએ ક્હ્યુ કે સરકાર આ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. તેના પછી સ્પીકરે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. સ્થગન દરમિયાન, વિધાનસભાની બહાર ઘણો હંગામો થયો. જ્યારે પોલીસે કાળી ટી-શર્ટ પહેરેલા બીઆરએસના ધારાસભ્યોને રોક્યા.
જ્યારે ગૃહની કાર્યવાહી ફરીથી શરૂ થઈ, તો ભાજપના સદસ્યોએ જમીનની નિષેધ યાદી પર ચર્ચાની માગણી ફરીથી ઉઠાવી. મુખ્યમંત્રી રેડ્ડીને એ ભરોસો દેવડાવ્યા બાદ કે આ મામલા પર બાદમાં ચર્ચા કરવામાં આવશે, તેઓ માની ગયા. કથિતપણે ટીપ્પણીઓ પર થયેલા વિવાદ પર બોલતા રેવંત રેડ્ડીએ આને તેલંગાનાના ચાર કરોડ લોકોનું અપમાન ગણાવ્યું અને આ ઘટનાને રાજ્ય માટે કાળો દિવસ ગણાવ્યો.