ભુજ કોર્ટ પરિસરમાં યુવક પર જૂની અદાવતમાં છરીથી હુમલો, પોલીસે હુમલાખોરને ઝડપ્યો
આ હુમલા વખતે ડીવાયએસપી અને પીઆઈ સહીતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા.!
કચ્છના ભુજ શહેરની સેશન્સ કોર્ટના પરિસરમાં છરીથી એક યુવક પર હુમલાની ઘટના બની છે. જેમાં યુવકને પેટના ભાગમાં છરીના ઘા વાગતા તે ગંભીરપણે ઘવાયો છે.
આજે ભુજ કોર્ટ પરિસરમાં યુવક અને હુમલાખોર વચ્ચે જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી. મામલો ગંભીર બનતા હુમલાખોરે છરી કાઢીને યુવક પર હુમલો કર્યો હતો. પેટમાં છરી વાગતા તે લોહીલુહાણ થતા જમીન પર ઢળી પડયો હતો.
આ હુમલા વખતે ડીવાયએસપી અને પીઆઈ સહીતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. પોલીસની હાજરીમાં થયેલી આ ઘટનાએ સેશન્સ કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.
જો કે ઘટનાની જાણ થતાં જ હાજર પોલીસ અધિકારીઓએ સમયસૂચકતા વાપરીને ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડયો હતો. બીજી તરફ પોલીસે હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.