"મોત થશે તો સરકાર પર દબાણ આવશે": CJP દેખાવની વ્હૉટ્સએપ ચેટ લીક
આ લીક વ્હોટ્સએપ મેસેજના સાચા હોવાની અથવા તેને કોણે મોકલ્યા છે, તેની હજી સુધી કોઈ પાક્કી પુષ્ટિ થઈ નથી. હવે આ તપાસ એજન્સીઓનું કામ છે કે તે ભાળ મેળવે કે આ મેસેજ સાચા છે કે નહીં, તેને કોણે લખ્યા હતા અને શું દેખાવ દરમિયાન થયેલી હિંસા સાથે આની કોઈ લેવાદેવા હતી.
દિલ્હીમાં સોમવારે કોકરોચ જનતા પાર્ટી (CJP)પ્રદર્શનમાં ભડકેલી હિંસા પર પોલીસ તપાસ ચાલુ છે. હિંસાને લઈને ષડયંત્રની આશંકા વચ્ચે એક ન્યૂઝચેનલે કથિતપણે વ્હૉટ્સએપ ગ્રુપની વાતચીત મળી હોવાનો દાવો કરીને 20 જુલાઈની સંસદ ચલો વિરોધ માર્ચના પ્રદર્શનોની યોજનાનો ખુલાસો કરવાનો દાવો કર્યો છે. ઘણાં સંદેશથી ઉજાગર થાય છે કે તૈયારીઓ એક શાંતિપૂર્ણ લોકશાહી દેખાવથી ઘણી વધારે વ્યાપક હતી.
જેએનયૂ સંસદ ચલો કોર્ડિનેશન અને ચલો સંસદ -20 જુલાઈ - નામના વ્હૉટ્સએપ ગ્રુપ્સમાંથી આ ચેટ્સ લીક થઈ છે. આ લીક ગ્રુપ ચેટ્સમાં ઘણાં ચોંકાવનારા મેસેજ છે, તેમાં જાણીજોઈને લોકાના જીવ જોખમમાં નાખવાની વાત કહેવામાં આવી છે. એક મેસેજમાં સ્પષ્ટ લખેલું છે કે ભાઈ જો કોઈનું મોત થાય છે તો તેમાં તો સરકાર પર વધારે પ્રેશર આવશે.

અન્ય એક મેસેજમાં દેખાવકારોને ઉશ્કેરતા તેમના બલિદાન આપવા જેવી વાત કહેવામાં આવી. તેમાં લખવામાં આવ્યું કે જો તમે તમારો જીવ આપવા માટે તૈયાર છો, તો તમારું અહેસાન તો યાદ રહેશે, આગામી પેઢીઓ પર. મારો ભાઈ તે પ્રોટેસ્ટમાં માર્યો ગયો, યાદ કરવામાં આવશો. આ જાણીને સારું લાગી રહ્યું છે કે આટલા લોકો પોતાના જીવ આપવા માટે તૈયાર છે.
દેખાવ પહેલાના વાઈરલ થઈ રહેલા એક કથિત મેસેજમાં એવું પણ લખેલું છે કે લાલ સલામ, આવતીકાલે મોદી સરકારનો છેલ્લો દિવસ હશે.
આયોજનનું સ્તર માત્ર ભીડને એકઠી કરવા સુધી મર્યાદિત ન હતું. ઉપદ્રવીઓને એ સારી રીતે ખબર હતી કે પોલીસ સ્થિતિનો કંટ્રોલ કરવા માટે ઈન્ટરનેટ બંધ કરી શકે છે અથવા નેટવર્ક જામર લગાવી શકે છે. તેવામાં ગ્રુપમાં નિર્દેશ આપવાનું કહેવામાં આવ્યું કે ગત વખતે પણ પોલીસે નેટવર્ક જામરનો ઉપોયગ કર્યો હતો.. બ્રાયર, બિટચેટ અથવા આવા પ્રકારના એપ્સ ડાઉનલોડ કરો. નેટવર્ક બ્લોક હોવા પર પણ આ એપ્સ બ્લૂટૂથ સિગ્નલ પર કામ કરે છે.
જો કે આ લીક વ્હોટ્સએપ મેસેજના સાચા હોવાની અથવા તેને કોણે મોકલ્યા છે, તેની હજી સુધી કોઈ પાક્કી પુષ્ટિ થઈ નથી. હવે આ તપાસ એજન્સીઓનું કામ છે કે તે ભાળ મેળવે કે આ મેસેજ સાચા છે કે નહીં, તેને કોણે લખ્યા હતા અને શું દેખાવ દરમિયાન થયેલી હિંસા સાથે આની કોઈ લેવાદેવા હતી.