રાજકોટ મનપાની ઓફિસમાં અધિકારી-મહિલા સફાઈકર્મીની કામલીલાના ફોટો વાયરલ!
લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે નાગરિકોની સુવિધા માટે ઉભી કરાયેલ વોર્ડ ઓફિસમાં સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા કેટલી અસરકારક છે
રાજકોટ મનપાની ઓફિસમાં એક અધિકારી અને મહિલા સફાઈ કર્મીની કામલીલા સામે આવી છે.મનપાની વોર્ડ ઓફિસમાં અધિકારી અને મહિલા સફાઈકર્મી કામલીલા આચરી રહ્યા હોવાનું ફોટોગ્રાફમાં દેખાઈ રહ્યું છે.
આ ઓફિસના કબાટમાંથી વિદેશી દારુના ક્વાર્ટર પણ મળ્યા હતા.ઓફિસમાં અધિકારીની પ્રેમલીલાના વાયરલ ફોટોથી આરએમસીની છબી ખરડાઈ છે અને તપાસની પણ માંગ ઉઠી છે.
જાહેર સેવા માટે બનાવવામાં આવેલી ઓફિસમાં યુગલો સમય વિતાવતા હોવાના આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. વોર્ડ ઓફિસના પરિસરમાં સાંજના સમયે યુવાનોની અવરજવર વધતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.
આ મુદ્દો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે નાગરિકોની સુવિધા માટે ઉભી કરાયેલ વોર્ડ ઓફિસમાં સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા કેટલી અસરકારક છે.