અદાણી ગેસનો વાહનચાલકોના ખિસ્સા પર એટેક, CNGમાં એક ઝાટકે 4 રૂ. વધાર્યા
ઈંધણ ખર્ચ વધતાં ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે. CNGના વધેલા ભાવને કારણે સામાન્ય જનતાના માસિક ખર્ચમાં વધારો થશે.
ગુજરાતના વાહનચાલકો ભારે વરસાદથી વાહનોને લગતી જુદીજુદી સમસ્યાઓથી ઘેરાયેલા છે. ત્યારે હવે રાજ્યના સીએનજી વાહનધારકો માટે વધુ એક માઠાં સમાચાર છે. અદાણી ગેસે સીએનજીના ભાવમાં એક જ ઝાટકે 4 રૂપિયાનો વધારો કર્યો છે. નવા ભાવ લાગુ થવાથી અમદાવાદ સહીત રાજ્યમાં અદાણી ગેસ દ્વારા અપાતા સીએનજીના ભાવ વધીને 94.02 થઈ ગયો છે. પહેલા અદાણી ગેસ દ્વારા સીએનજીનો ભાવ 90.02 રૂપિયા હતો.
આ મોટા ભાવવધારા સીધી અસર ખાનગી વાહનચાલકો ઉપરાંત ઓટો-રિક્ષા, ટેક્સી, કેબ અને અન્ય કોમર્શિયલ વાહનો ચલાવતા લોકો પર પડશે. ઈંધણ ખર્ચ વધતાં ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે. CNGના વધેલા ભાવને કારણે સામાન્ય જનતાના માસિક ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને રોજિંદા ધંધા માટે CNG પર આધારિત વાહનો ચલાવતા વેપારીઓ અને વાહનચાલકો માટે આ નિર્ણય આર્થિક બોજ વધારનાર સાબિત થઈ શકે છે.
છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં સમયાંતરે વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. નવા ભાવ લાગુ થતાં હવે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં CNG પર મુસાફરી વધુ મોંઘી બનશે