સ્વતંત્ર ભારદ્વાજ બુલંદશહરથી ઝડપાયો, CJP પ્રોટેસ્ટમાં છાત્રાના પિતા પર હુમલા મામલે એક્શન
સ્વતંત્ર ભારદ્વાજ પર એસસી-એસટી એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. આવું એટલા માટે કરાયું છે, કારણ કે નિશુ આઝાદ દલિત સમુદાય સાથે સંબંધિત છે
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન એક છાત્રાના પિતા પર હુમલો કરનારા હિંદુવાદી કાર્યકર્તા સ્વતંત્ર ભારદ્વાજને દિલ્હી પોલીસે ઉત્તરપ્રદેશના બુલંદશહરથી કસ્ટડીમાં લીધો છે. આ માગણીને લઈને સીજેપીના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓએ યુપીના સાંસદ ચંદ્રશેખર આઝાદ સાથે મળીને શુક્રવારે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તેના પછી દિલ્હી પોલીસે 72 કલાકની અંદર સ્વતંત્ર ભારદ્વાજને એરેસ્ટ કરવાનો વાયદો કર્યો હતો.
વિભિન્ન મીડિયા રિપોર્ટ્સમાંથી પ્રાપ્ત જાણકારી મુજબ, કસ્ટડીમાં લીધા બાદ પોલીસ સ્વતંત્ર ભારદ્વાજને બુલંદશહર ખાતેના ચોલા પોલીસ સ્ટેશન લઈ ગઈ અને હવે અહીં તેની પૂછપરછ થઈ રહી છે. તેની સાથે સ્વતંત્ર ભારદ્વાજ પર એસસી-એસટી એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. આવું એટલા માટે કરાયું છે, કારણ કે નિશુ આઝાદ દલિત સમુદાય સાથે સંબંધિત છે.
આ પહેલા સ્વતંત્ર ભારદ્વાજનો એક ઈન્ટરવ્યૂ વાઈરલ થયો હતો. તેના પછી સીજેપીએ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણીને લઈને શુક્રવારે સવારે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરાયો હતો.
આ ઈન્ટરવ્યૂમાં સ્વતંત્ર ભારદ્વાજે જુલાઈમાં જંતર-મંતર પર થયેલા સીજેપીના ઘરણાં પ્રદર્શન દરમિયાન એક દેખાવકાર છાત્રા નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોંચાડવાનો દાવો કર્યો હતો. આ ઈન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયા બાદ સીજેપીના ટેકેદારો અને દલિત કાર્યકર્તાઓનો ગુસ્સો ભડકી ઉઠયો અને તેમણે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો.
દેખાવકારોએ દિલ્હી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા આરોપ લગાવ્યો હતો કે આ હુમલા બાદ પોલીસે આરોપી સ્વતંત્ર ભારદ્વાજની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. દેખાવકારોમાં સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકા સિવાય આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના પ્રમુખ અને સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ સામેલ હતા.
જો કે ગુરુવારે સ્વતંત્ર ભારદ્વાજનો વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે કહ્યુ કે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું હતું કે 38 વર્ષીય સંજય કુમારને મારામારી દરમિયાન માથામાં સાધારણ ઈજા થઈ હતી. સાથે મેડિકલ રિપોર્ટને ટાંકીને પોલીસે એ દાવો નકાર્યો હતો કે તેમના માથાનું હાડકું તૂટી ગયું હતું. પોલીસે કહ્યું હતું કે ભારદ્વાજ અને અન્ય એક આરોપી સૂરજકુમારને ઘટનાસ્થળેથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કર્યા બાદ નોટિસ આપવામાં આવી હતી. પોલીસે આ મામલામાં જલ્દી ચાર્જશીટ દાખલ કરવાની વાત કહી હતી.