હરે કૃષ્ણ મહામંત્ર જાપના સહારે 9 દિવસ બાદ નેપાળની સુરંગમાંથી જીવતો નીકળ્યો શખ્સ
સંજય સાહની સાથે કાઠમંડૂના વતની કબીર મહાજનને પણ શુક્રવારે સુરંગમાંથી જીવિત કાઢવામાં આવ્યા. તે પણ ત્રિશૂલી-3એ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા હતા અને પુર પછી સુરંગમાં ફસાયેલા હતા
નેપાળમાં ભારે પુર બાદ નવ દિવસ સુધી અંધારી સુરંગમાં ફસાયેલા સંજય સાહે રેસ્ક્યૂ થયા બાદ કહ્યુ કે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં હું મહામંત્ર (હરે કૃષ્ણ..)નો જાપ કરી રહ્યો હતો. નેપાળમાં જળપ્રલય બાદ જ્યારે જિંદગી બચાવવા માટે સંઘર્ષ થઈ રહ્યો હતો અને બચાવ-રાહત કામગીરી પણ વિકટ સ્થિતિમાં ચાલી રહી હતી, ત્યારે છેલ્લી ઘડી સુધીના જીવનસંઘર્ષની ઘણી કહાનીઓ સામે આવી છે.
નેપાળના વિનાશકારી પુરના 10 દિવસ બાદ ત્રિશૂલી-3એ હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા. જેમાં સપ્તરીના મિકેનિકલ ફોરમેન સંજય સાહ પણ સામેલ છે. શુક્રવારે રેસ્ક્યૂ કરવામાં આવેલા સંજય સાહ લગભગ 10 દિવસ સુધી અંધારી સુરંગમાં ફસાયેલા રહ્યા. બહાર આવ્યા બાદ તેમણે પોતાની જિંદગીનો સંઘર્ષ વર્ણવ્યો. દુર્ઘટના સમય તેમણે પોતાનો જીવ બચાવતા પહેલા ત્યાં રહેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કોશિશ કરી હતી.
સંજય સાહ દુર્ઘટના વખતે પ્રોજેક્ટના કંટ્રોલરુમમાં કામ કરી રહ્યા હતા. તેમણે નેપાળી સેનાની મેડિકલ ટીમને જણાવ્યું કે ત્યાં લોકોની સુરક્ષાની જવાબદારી તેમની પાસે હતી. તેમણે કહ્યુ કે હું કંટ્રોલરુમમાં કામ કરી રહ્યો હતો. મારી જવાબદારી તમામનો જીવ બચાવવાની હતી.
સંજય મુજબ, દુર્ઘટના થતાં જ તેમણે તમામ લોકોને બહાર કાઢવા માટે જણાવ્યું. તે ખુદ પણ નીકળવા માંગતા હતા. પંરતુ બીજાને બહાર કાઢવાની કોશિશમાં સમય નીકળી ગયો. જ્યાં સુધી તેમણે બહાર નીકળવાની કોશિશ કરી, ત્યાં સુધી ઘણો વિલંબ થઈ ચુક્યો હતો. તેમણે કહ્યુ કે મેં સૌને ભાગવા માટે કહ્યું. આવું કરવામાં મારો સમય નીકળી ગયો. આખરમાં હું બહાર નીકળી શક્યો નહીં.
દુર્ઘટના સમયે સુરંગમાં લગભગ 40થી 45 લોકો હતા. સંજય સાહે કહ્યુ કે સામાન્ય રીતે કંટ્રોલ રુમમાં એક ઓપરેટર અને ચાર-પાંચ લોકો રહે છે. પરંતુ દુર્ઘટના સમયે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
તેમણે કહ્યુ છે કે દુર્ઘટના સમયે ત્યાં લગભગ 40-45 લોકો હતા. કંટ્રોલ રુમની જવાબદારી મારી પાસે હતી. માટે તમામને બચાવવાની જવાબદારી પણ મારી પાસે હતી. પુરનું પાણી અને કાટમાળ સુરંગની અંદર પહોંચ્યા બાદ સંજય ત્યાં ફસાયા. તેના પછી તેમની સામે સૌથી મોટો પડકાર સુરક્ષિત રાખવા સાથે રેસ્ક્યૂની રાહ જોવાનો હતો.
લગભગ 9થી 10 દિવસ સુધી સુરંગની અંદર રહેવા દરમિયાન સંજય સાહરે મહામંત્રનો જાપ કરતા રહ્યા. તેમણે કહ્યુ કે રેસ્ક્યૂના ઈન્તજારમાં એ મુશ્કેલ પળમાં તેઓ મંત્રનો જાપ કરતા રહ્યા. આ દરમિયાન તેમને આશા હતી કે એક દિવસ રેસ્ક્યૂ ટીમ તેમને બહાર કાઢી લેશે.
સંજયને સુરંગની અંદર પોતાની આસપાસના કેટલાક લોકોની જાણકારી હતી. તેમના પ્રમાણે, ત્રણથી ચાર લોકો સાથે વાતચીત અથવા અવાજ દ્વારા સંપર્ક કરી શક્યા હતા. તેમણે કહ્યુ કે માત્ર ત્રણથી ચાર લોકો એવા હતા, જેમની સાથે નજીકમાં વાત કરીને અથવા અવાજ દ્વારા સંપર્ક કરી શકતા હતા.
જો કે સંજયે પણ કહ્યુ કે સુરંગની અંદર અને લોકો ફસાયેલા હોઈ શકે છે. તેમના પ્રમાણે, સુરંગ ઘણી લાંબી છે અને શક્ય છે કે તમામ લોકો બહાર ન નીકળી શકયા હોય. તેજ વહેણને કારણે કેટલાક લોકોની સુરંગની અંદર અને આગળ ચાલ્યા જવાની પણ આશંકા તેમણે જણાવી. તેમણે કહ્યુ કે આવું હોઈ શકે છે. બની શકે કે દરેક બહાર નીકળી શક્યા ન હોય. સુરંગ ઘણી લાંબી છે.
કબીર મહાજનની કહાની
સંજય સાહની સાથે કાઠમંડૂના વતની કબીર મહાજનને પણ શુક્રવારે સુરંગમાંથી જીવિત કાઢવામાં આવ્યા. તે પણ ત્રિશૂલી-3એ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા હતા અને પુર પછી સુરંગમાં ફસાયેલા હતા.
કબીરના જીવિત બચવાની ખબર સાંભળીને તેમના પરિવારને ઘણી રાહત મળી છે. તેમની પત્ની હીરા શોભાએ કહ્યુ કે તેમના પતિને બીજું જીવન મળ્યું છે. તેમણે કહ્યુ કે તે બીજું જીવન લઈને પાછા ફર્યા છે. અમે બેહદ ખુશ છીએ.

હીરા શોભા મુજબ, કબીર મહાજન ગત સાત વર્ષથી ત્રિશૂલી-3એ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. પુર આવવાથી કેટલાક સમય પહેલા બુધવારે સવારે લગભગ 7.30 વાગ્યે તેમના પતિ સાથે છેલ્લી વાત થઈ હતી. તેના પછી પુરે સ્થિતિ બદલી અને તેઓ સુરંગની અંદર ફસાય ગયા.
શુક્રવારે સવારે નેપાળી સેના અને સશસ્ત્ર પોલીસ ફોર્સે વિદેશી રેસ્ક્યૂ ટીમોની મદદથી સંજય સાહ અને કબીર મહાજનને સુરંગમાંથી બહાર કાઢયા. લગભગ 10 દિવસ સુધી ફસાયેલા રહ્યા બાદ બંનેના જીવતા બહાર આવવું બંને પરિવારો માટે ઘણી મોટી રાહત છે.