ઈમરાનખાનનું થઈ ચુક્યું છે મોત, પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારનો દાવો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનના મોતના દાવાએ સનસનાટી મચાવી છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર વજાહત એસ. ખાને આ દાવો કર્યો છે. તેમણે પાકિસ્તાની સરકાર અને સેનાના સૂત્રોને ટાંકીને આ મોટો દાવો કર્યો છે.
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર વજાહત એસ. ખાને એક મોટો દાવો કર્યો છે. આ દાવો સાંભળીને પાકિસ્તાનન જ નહીં, પણ દુનિયા ચોંકી ગઈ છે. તેમણે દાવો કર્યો છે કે જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનનું મોત થઈ ચુક્યું છે.
તેમણે આ દાવો પાકિસ્તાની સરકાર અને સેનામાં રહેલા સૂત્રોને ટાંકીને કર્યો છે. તેમણે કહ્યુ છે કે ઈમરાનખાનનું જેલમાં મોત થઈ ચુક્યું છે અને તેથી તેમની સાથે મુલાકાત કરાવાતી નથી.
73 વર્ષીય ઈમરાનખાન ક્રિકેટરમાંથી રાજનેતા બન્યા અને પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. તેમના પર ઘણાં કેસ ચાલી રહ્યા છે.
તેઓ 2023થી પાકિસ્તાનની અદિયાલા જેલમાં બંધ છે. ઈમરાનખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ વારંવાર આરોપ લગાવે છે કે અધિકારીઓએ તેમના પરિવારના સદસ્યો અને પાર્ટીના સાથીદારોની તેમની સાથે મુલાકાત થવા દીધી નથી અને તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમાં આંખોની બીમારી પણ સામેલ છે, તેના માટે યોગ્ય સારવાર આપી નથી.