જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દવાબારીના કર્મચારીની ચાલુ ફરજે નમાઝનો વીડિયો વાઈરલ
કેટલાકનું માનવું છે કે દર્દીઓને કોઈપણ પ્રકારની અસુવિધા થાય નહીં તે જોવું ફરજ પરના કર્મચારીની સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દવાબારી વિભાગના એક કર્મચારીએ ચાલુ ફરજ દરમિયાન જાહેરમાં નમાજ અદા કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ વાઈરલ વીડિયો દ્વારા હોસ્પિટલની કામગીરી અને દર્દીઓની સુવિધાને લઈને સવાલો ઉભા થયા છે.
વીડિયોને લઈને ચર્ચાઓ મુજબ, કર્મચારી પોતાની ફરજ પરનું કામ છોડીને નમાઝ અદા કરી રહ્યો છે.તે જ્યારે નમાઝ અદા કરી રહ્યો હોય છે, ત્યારે દવાબારી પર દવા લેવા માટે લોકો પોતાના વારાની રાહ જોતા હોવાનું પણ સામે આવ્યું છે.
સોશયલ મીડિયામાં આ વીડિયોને લઈને જુદીજુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે હોસ્પિટલ જેવી જાહેર સેવા આપતી સંસ્થામાં ફરજ દરમિયાન કર્મચારીએ પોતાની જવાબદારી પૂર્ણ કર્યા વગર આવી રીતે જાહેરમાં નમાઝ અદા કરવી કેટલી યોગ્ય છે. બીજી તરફ કેટલાકનું માનવું છે કે દર્દીઓને કોઈપણ પ્રકારની અસુવિધા થાય નહીં તે જોવું ફરજ પરના કર્મચારીની સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.
આ સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે કે નહીં, તેની માહિતી હાલમાં ઉપલબ્ધ નથી