ઝી ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાનું 22006.57 કરોડનું કર્જ 6.5 કરોડમાં સેટલ! વિજય માલ્યાએ કર્યો કટાક્ષ
આ અહેવાલ સામે આવ્યા, કે તુરંત બ્રિટનમાં રહેતા ભાગેડું દારુના કારોબારી વિજય માલ્યા ખુદને રોકી શક્યા નહીં. તેમણે એક્સ હેન્ડલ પર ભડાસ કાઢતા અનોખા અંદાજમાં સુભાષ ચંદ્રાને અભિનંદન આપ્યા અને તેની સાથે દેશની ઈન્સોલ્વેન્સી ટ્રિબ્યૂનલ પર પણ કટાક્ષ કર્યો
શું તમે બેંકમાં 100 રૂપિયાની લોન લીધી હોય અને પછી તમે કહો કે મારી પાસે પૈસા નથી, તેથી માત્ર 30 પૈસા રાખીને મારું તમામ કર્જ માફ કરી દો, તો શું બેંક મેનેજર તમને કર્જમાફી આપવા તૈયાર થશે? પણ સામાન્ય વ્યક્તિ માટે મુંગેરીલાલના હસીન સપના જેવી વાત ઝી ગ્રુપના ચેરમેન સુભાષચંદ્રાની બાબતમાં સાચી પડી છે. દેશની ઈન્સોલ્વેન્સી ટ્રિબ્યૂનલ (NCLT)એ મીડિયા દિગ્ગજ અને ઝી ગ્રુપના ચેરમેન રહેલા સુભાષ ચંદ્રાને લઈને એક એવો નિર્ણય સંભળાવ્યો છે કે જેનાથી આખા દેશની બેન્કિંગ સિસ્ટમ અને આર્થિક વર્તુળોમાં હંગામો મચી ગયો છે. આ મામલામાં વિજય માલ્યા અને કોંગ્રેસની પ્રતિક્રિયાઓ પણ રસપ્રદ છે.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ઈન્સોલ્વેન્સી ટ્રિબ્યૂનલે સુભાષ ચંદ્રાનને 22006.57 કરોડ રૂપિયાના મોટા કર્જમાંથી મુક્તિની લીલીઝંડી આપી દીધી છે. તેના બદલામાં તેમણે માત્ર 6.5 કરોડ રૂપિયા જ ચુકવવાના રહેશે. જો આનો હિસાબ કરવામાં આવે, તો આ કર્જની કુલ રકમનો લગભગ 99.97 ટકા હિસ્સો માફ કરવા જેવું છે. સરળ શબ્દોમાં તો 100 રૂપિયાના ભારે-ભરખમ કર્જના બદલામાં માત્ર 30 પૈસા આપીને આખા કર્જમાંથી મુક્તિ મળી ગઈ.
જેવા આ અહેવાલ સામે આવ્યા, કે તુરંત બ્રિટનમાં રહેતા ભાગેડું દારુના કારોબારી વિજય માલ્યા ખુદને રોકી શક્યા નહીં. તેમણે એક્સ હેન્ડલ પર ભડાસ કાઢતા અનોખા અંદાજમાં સુભાષ ચંદ્રાને અભિનંદન આપ્યા અને તેની સાથે દેશની ઈન્સોલ્વેન્સી ટ્રિબ્યૂનલ પર પણ કટાક્ષ કર્યો.
વિજય માલ્યાએ લખ્યુ છે કે મારી પાસેથી સરકારી રીતે ઘોષિત 6203 કરોડ રૂપિયાના કર્જના બદલામાં અત્યાર સુધીમાં 14100 કરોડ રૂપિયા વસૂલાઈ ચુક્યા છે. એટલે કે જેટલું કર્જ હતું, તેનાથી ડબલથી વધુ નાણાં વસૂલવામાં આવ્યા, તેમ છતાં મને કોઈ રાહત મળી નથી અને બીજી તરફ 22000 કરોડનું કર્જ માત્ર 6.5 કરોડ આપીને ખતમ થઈ રહ્યું છે. કદાચ આ ભારતનું કર્જ સેટલ કરવાનો અસલી જસ્ટિસ છે, અને કમાલની વાત જુઓ, આના પર કોઈ સવાલ પણ પુછી રહ્યું નથી.

વિજય માલ્યાનો કટાક્ષ ભલે ખુદને પીડિત દેખાડવાની એક રીત હોય, પરંતુ આ નિવદેને ભારતીય ફાયનાન્શિયલ સિસ્ટમની એક મોટી અને કડવી સચ્ચાઈને જાહેરમાં ઉજાગર કરી દીધી છે. માલ્યા ખુદ બેંકોના નાણાં ડકારીને વિદેશ ભાગી ગયા હતા અને તેમણે પણ ક્યારેક બેંકોની દરિયાદિલીનો મોટો ફાયદો ઉઠાવ્યો હતો. પરંતુ આજે જ્યારે તે અન્યોને આટલી આસાનીથી છૂટ મળતી જોઈ રહ્યા છે, તો તેમનું દર્દ છલકવું સ્વાભાવિક છે.
ઈન્સોલ્વેન્સી ટ્રિબ્યૂનલ દેશમાં દેવાળિયા થઈ રહેલી કંપનીઓ, બેંકો અને સરકારી દેણદારીઓનો તાલમેલ બેસાડવાનો નિર્ણય આપે છે. ફાઈનાન્શિયલ જર્નાલિઝ્મની ભાષામાં તેને હેરકટ કહેવામાં આવે છે. એટલે કે કર્જદારના માથા પરથી કર્જનો બોજો થોડો હળવો કરી દેવો. પરંતુ જ્યારે માથા પરથી 99.97 ટકા વાળ જ સાફ કરી દેવામાં આવે, તો તેને હેરકટ કોણ કહેશે?
આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકાર અને ટ્રિબ્યૂનલ પર જોરદાર વાકપ્રહાર કરતા કટાક્ષ કર્યો છે કે ઈન્સોલ્વેન્સીના નામ પર આપવામાં આવેલી રાહત હકીકતમાં હેરકટ નથી, પરંતુ બેંકોનું જાહેરમાં મુંડન છે. તેમણે ક્હ્યુ છે કે ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્પ્સી કોડને એટલા માટે લાવવામાં આવ્યો હતો, જેથી બેંકોના ફસાયેલા નાણાં જલ્દી પાછા આવી શકે, પરંતુ આ પ્રકારને 99.9 ટકાથી વધારે ડિસ્કાઉન્ટ આપવું આ કાયદાની સીધેસીધી મજાક ઉડાડવાનું છે.

આઈબીસી કાયદો 2016એ બેશક ઘણાં ડિફોલ્ટરોથી વસૂલીને આસાન અને તેજ બનાવી છે. પરંતુ તેનાથી દેશના બેન્કિંગ માળખાની સૌથી મોટી કમજોરીની પોલ ખુલી છે. સવાલ એ ઉઠે છે કે જ્યારે 22 હજાર કરોડનું કર્જ માત્ર 6.5 કરોડમાં સેટલ થઈ જાય છે, તો બાકીના 21999 કરોડ રૂપિયાનું નુકશાન કોણ ઉઠાવે છે?
જવાબ સ્પષ્ટ છે કે આ પૈસા દેશા સામાન્ય કરદાતાઓ અને બેંકોમાં પોતાની મહેનતની કમાણી જમા કરાવનારા નાગરિકોના છે. જ્યારે મોટા ઉદ્યોગપતિઓને કોઈ કડક રિપેમેન્ટ પ્લાનથી હજારો કરોડની લોન વહેંચી દેવામાં આવે છે અને બાદમાં તેમને ઈન્સોલ્વેન્સીના નામ પર કોડીઓના ભાવે રાહત આપવામાં આવે છે, તો બેંકોની બેલેન્સ શીટ બગડે છે. આ નુકશાનની ભરપાઈ આખરે જનતાના ખિસ્સામાંથી થાય છે.
વિજય માલ્યા ભલે આજે નૈતિકતાના પાઠ ભણાવી રહ્યા હોય અને સુભાષચંદ્રાના બહાને વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા હોય, પરંતુ સાચું એ છે કે આપણા દેશમાં સરકારો અને બેંકો દ્વારા વગર રિપેમેન્ટની ક્ષમતા ચકાસાયેલા ખુલ્લા હાથે લોન વહેંચવાની જે બીમારી રહી છે, તેનો ફાયદો દરેક ડિફોલ્ટર કર્જ લેતી વખતે ઉઠાવે છે. હવે જોવાનું એ રહેશે કે શું સંસદ અને નિયામક સંસ્થાઓ આ મુંડન સંસ્કૃતિ પર કોઈ લગામ લગાવે છે અથવા તો પછી તે પરંપરા પર ચાલશે કે સામાન્ય વ્યક્તિ તો લોન માટે બેંકના ચક્કર કાપતો જ રહે અને મોટા દિગ્ગજ મજાથી હજારો કરોડના કર્જ માફ કરાવતા રહે.
આમ આદમીની લોનની હકીકત એ છે કે તે 100 રૂપિયાની લોન પર 50 રૂપિયાનું વ્યાજ ચુકવે છે. પરંતુ તેના પછી તે જો તેના 50 પૈસા પણ બાકી રાખે છે, તો તેને નોટિસ મોકલવામાં આવે છે. સિબિલ સ્કોર બગડી જાય છે. કર્જ ન ચુકવવું બેશક સારી વાત નથી. પરંતુ આ સામાન્ય વ્યક્તિ માટે જાણે કે પાપ છે અને મોટા કારોબારીઓ માટે મામૂલી સિરસ્તો છે.