સુરતના અડાજણમાં કારચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કારે પલટી મારી, સદનસીબે જાનહાનિ ટળી
અકસ્માત થતાં આસપાસના સ્થાનિકો અને રાહદતારીઓએ તાત્કાલિક એકઠા થઈને મદદ કરી હતી.
સુરતના અડાજણ વિસ્તારમાં બેદરકારીને કારણે કારે પલટી ખાધી હતી. અડાજણના ગુજરાત ગેસ સર્કલ પાસે એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમવાતા તેની કાર રસ્તા પર પલટી મારી ગઈ હતી.
સદનસીબે આ કાર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત થતાં આસપાસના સ્થાનિકો અને રાહદતારીઓએ તાત્કાલિક એકઠા થઈને મદદ કરી હતી. પલટેલી કારણને તેમણે સીધી કરી હતી.
આ અકસ્માતમાં સદનસીબે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈઝા થઈ નથી કે કોઈ જાનહાનિ પણ થઈ નથી.