અદાણી પોર્ટ્સના મુંદ્રા પોર્ટનો રેકોર્ડ, એક જ જહાજ પર સૌથી વધુ 21,085 TEUs કન્ટેનર હેન્ડલ કર્યા
જહાજ પર કન્ટેનર ચઢાવવા અને ઉતારવાની આ પ્રક્રિયામાં મુંદ્રા પોર્ટની ઓપરેશનલ ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. આ પોર્ટ સેક્ટરમાં ભારતની વધતીજતી શક્તિને દર્શાવે છે.
અદાણી પોર્ટ્સના મુંદ્રા પોર્ટે એક વિક્રમ સ્થાપિત કર્યો છે. મુંદ્રા પોર્ટ પર એમએસસી અમ્બ્રા (MSC AMBRA) જહાજ પર ઓપરેશન કરીને ભારતનો નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે. મુંદ્રા પોર્ટે એક જ હજાર પર સૌથી વધુ 21,085 TEUs કન્ટેનર હેન્ડલ કર્યા છે.
MSC AMBRA વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજોમાંથી એક છે. 400 મીટર લાંબા વિશાળ જહાજનું સફળતાપૂર્વક સંચાલન મુંદ્રા પોર્ટના વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ ક્ષમતાઓનો પુરાવો પણ છે. ભારતના મેરીટાઈમ અને કન્ટેનર વ્યાપાર ક્ષેત્ર માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પણ છે.
હાલના યુગમાં દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે પોર્ટ ઓપરેશનલ ક્ષેત્રે ગતિશીલતા અને ચોક્સાઈ મહત્વના છે. મુંદ્રા પોર્ટ પોતાની અદ્યતન ટેક્નોલોજી, કાબેલ પ્રબંધન અને ગતિશીલ કામગીરીના દમ પર આ જટિલ ઓપરેશનને સરળતાથી પૂર્ણ કરી શક્યું છે.જહાજ પર કન્ટેનર ચઢાવવા અને ઉતારવાની આ પ્રક્રિયામાં મુંદ્રા પોર્ટની ઓપરેશનલ ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. આ પોર્ટ સેક્ટરમાં ભારતની વધતીજતી શક્તિને દર્શાવે છે.
આ રાષ્ટ્રીય રેકોર્ડ એક સિદ્ધિ માત્ર નથી, પણ ગુજરાત-કચ્છ માટે ગૌરવમયી ઐતિહાસિક ક્ષણ છે. આનાથી લોજિસ્ટિક્સ ક્ષેત્રે અને વૈશ્વિક વ્યાપારમાં અગ્રેસર રહેતા મુંદ્રા પોર્ટની યશ કલગીમાં વધારો થયો છે.