ચીને LAC નજીક તેનાત કર્યા 11 J-20 સ્ટીલ્થ ફાઈટર જેટ્સ, ડ્રેગનની બેવડી ચાલબાજી
સેટેલાઈટ ત્સવીરો વેન્ટોરથી લેવામાં આવી છે. આ સેટેલાઈટ તસ્વીરોમાં જૂનના આખર અને જુલાઈની શરૂઆતમાં ચીનના બે એરબેઝ પર કુલ 11 જે-20 યુદ્ધવિમાનો દેખાયા છે. તેમાં 7 જેટ હોટન એરબેઝ ખાતે અને 4 ડેમ્સ્ંગ એરબેઝ પર જોવા મળ્યા છે.
ચીન ભારતનું બિનભરોસાપાત્ર પાડોશી છે. ચીન એક તરફ ભારત સાથે સારા સંબંધો બનાવવાનો ઢોંગ રચી રહ્યું છે. બીજી તરફ સેટેલાઈટ તસ્વીરો કોઈક અન્ય બદઈરાદાઓ તરફ સંકેત કરી રહી છે.
ભારત સાથેની સીમા એટલે કે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીક ચીને પાંચમી પેઢીના જે-20 સ્ટીલ્થ ફાઈટર જેટ્સને તેનાત કરી દીધા છે.
ચીને લડાખ અને તવાંગ પાસેના પોતાના ફ્રન્ટલાઈન એરબેઝ પર જૂન-જુલાઈમાં ફાઈટર જેટ્સની તેનાતી કર્યાના અહેવાલ છે.
એનડીટીવીએ અહેવાલમાં જણાવ્યું છે કે ચીને ભારતની સીમા પાસે રહેલા એરબેઝ પર પોતાના ફ્રન્ટલાઈન 11 જે-20 માઈટી ડ્રેગન સ્ટીલ્થ ફાઈટર જેટ્સની તેનાતીમાં વધારો કર્યો છે.
ચીનની આ ચાલનો પર્દાફાશ સેટેલાઈટ તસ્વીરોથી થયો છે. એનડીટીવીના અહેવાલ મુજબ, સેટેલાઈટ ત્સવીરો વેન્ટોરથી લેવામાં આવી છે. આ સેટેલાઈટ તસ્વીરોમાં જૂનના આખર અને જુલાઈની શરૂઆતમાં ચીનના બે એરબેઝ પર કુલ 11 જે-20 યુદ્ધવિમાનો દેખાયા છે. તેમાં 7 જેટ હોટન એરબેઝ ખાતે અને 4 ડેમ્સ્ંગ એરબેઝ પર જોવા મળ્યા છે.
9 જુલાઈએ લેવામાં આવેલી સેટેલાઈટ તસ્વીરોમાં શિનજિયાંગ ઉઈગર ઓટોનોમસ રીઝનના હોટન એરબેઝ પર 7 જે-20 ફાઈટર જેટ રનવે પાસે ઉભેલા દેખાઈ રહ્યા છે. આ એરબેઝ ભારતના લેહથી લગભગ 389 કિલોમીટર અને ભારતીય વાયુસેનાના દોલત બેગ ઓલ્ડી એરફીલ્ડથી માત્ર 245 કિલોમીટરના અંતરે છે. રિપોર્ટ મુજબ, ભારતની સામે કોઈ ચીની એરબેઝ પર આટલી સંખ્યામાં જે-20 યુદ્ધવિમાનોની આ પહેલી ઘટના છે.
રિપોર્ટમાં પ્રકાશિત અન્ય સેટેલાઈટ તસ્વીરો તિબેટના લ્હાસા વિસ્તારની છે. જ્યાં ડેમ્સુંગ એરબેઝની ફ્લાઈટલાઈન પર ચાર જે-20 દેખાઈ રહ્યા છે. આ એરબેઝ અરુણાચલપ્રદેશના તવાંગથી 344 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં છે. અહીં જણાવવું જરૂરી છે કે ચીનના જે-20 માઈટી ડ્રેગન તરીકે ઓળખાય છે. આ યુદ્ધવિમાન રડારની પકડમાંથી બચવાની ક્ષમતા ધરાવે છે અને ઉન્નત એઈએસએ રડારથી સજ્જ છે. આ કારણ ભારતની સીમા પાસે ચીની જે-20 યુદ્ધવિમાનોની તેનાતી એક ટેન્શનવાળી વાત છે.
મહત્ત્વપૂર્ણ છે કે જે-20 ચીનના પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ છે. તેની સૌથી મોટી ખાસિયત તેની રડારથી બચવાની ક્ષમતા છે. તેની સ્ટીલ્થ ટેક્નોલોજી તેને દુશ્મનના વાયુ ક્ષેત્રમાં સરસાઈ અપાવે છે. તેના મુકબાલે ભારતીય વાયુસેના પાસે હાલ રાફેલ ઉપલબ્ધ છે. પણ તે સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ યુદ્ધવિમાનો નથી.
ભારતન પોતાના પહેલા સ્ટીલ્થ ફાઈટર જેટ્સ એડવાન્સ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ (AMCA)પર કામ કરી રહ્યું છે. જો કે તેના સર્વિસમાં સામેલ થવામાં હજી એક દાયકાનો સમય લાગવાની શક્યતા છે.
બીજી તરફ ચીન જે-20નું ઉત્પાદન વધારી રહ્યું છે. રિપોર્ટ મુજબ, 2019માં ચીન પાસે 50 જે-20 હતા. 2022 સુધીમાં જે-20ની સંખ્યા 200 થઈ ગઈ. 2026ના મધ્ય સુધીમાં ચીન પાસે 300થી 500 જે-20 હોવાનું અનુમાન છે.
બ્રિટનનની રોયલ યૂનાઈટેડ સર્વિસિસ ઈન્સ્ટીટ્યૂટના અંદાજ મુજબ, 2030 સુધીમાં ચીની બેડામાં લગભગ 1000 જે-20 સ્ટીલ્થ ફાઈટર જેટના સામેલ થવાની શક્યતા છે. આના કારણે ભારતની સામે હવાઈ સુરક્ષાનો પડકાર વધવાની શક્યતા છે.