Brics સમિટમાં ભાગ લેવા માટે જિનપિંગ ભારત આવશે, ચીને કરી પુષ્ટિ
ચીની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે.
ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવશે. અસમંજસની સ્થિતિ વચ્ચે ચીની વિદેશ મંત્રાલયે આની પુષ્ટિ કરી છે. કેટલાક સમય પહેલા જ્યારે ચીની વિદેશ મંત્રાલયે શી જિનપિંગની ભારત યાત્રાને લઈને પુછવામાં આવેલા સવાલ પર તેને કોઈપણ પ્રકારની જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું.
હવે ચીની વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહગ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ 18મી બ્રિક્સ શિખર સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના છે.
ચીની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે.
મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાં 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાન તરફથી પહેલા જ નનૈયો સાંભળવા મળ્યો છે. જો કે બાકીીના તમામ મોટા નેતાઓ સમટિમાં ભાગ લેવા નવી દિલ્હી આવી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખને લઈને પણ પહેલા અહેવાલો સામે આવ્યા હતા કે તેઓ મોટા ડેલિગેશન સાથે ભારત આવવાના છે અને અહીં રેયર અર્થ મેટલ્સને લઈને પણ મોટી ડીલ કરે તેવી સંભાવના છે. પરંતુ તેમની ભારત મુલાકાતને લઈને અસમંજસતાની સ્થિતિ ચીની વિદેશ મંત્રાલય દ્વારા આ યાત્રાને લઈને કોઈ જાણકારી નહીં હોવાની વાત કહેવામાં આવી, ત્યારે પેદા થઈ હતી.
હાલ કેટલાક કલાક પહેલા જ ચીની વિદેશ મંત્રાલયને જ્યારે આ યાત્રા બાબતે પુછવામાં આવ્યું હતું કે શું જિનપિંગ ભારતની મુલાકાતે આવવાના છે. તેના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યુ કે તમારા સવાલ સંદર્ભે, મારી પાસે હાલ આપવા માટે કોઈ જાણકારી નથી.
જિયાકુનના નિવેદન બાદ જિનપિંગની ભારત મુલાકાતને લઈને મોટો સવાલ પેદા થઈ ગયો હતો. જો કે હવે ચીની વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જિનપિંગ ભારત આવવાના છે.