'યૂ રન અ બિગ કંપની', સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ પણ બન્યા ગૌતમ અદાણીના પ્રશંસક, શું થશે મેગા ડીલ?
દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્સીએ એક્સ હેન્ડલ પર એક નિવેદનમાં કહ્યુ કે રાષ્ટ્ર્રપ્રમુખ રામાફોસાએ નવી દિલ્હી, ભારત ગણરાજ્યના અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી. આ બેઠક 18મી બ્રિક્સ શિખર સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકાની વ્યાવસાયિક ગતિવિધિઓનો ભાગ છે, જે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વાણિજ્યિક અને રોકાણ સંબંધોને ઘનિષ્ઠ કરવાના પ્રયાસોનું સમર્થન કરે છે
ભારતમાં 18મું બ્રિક્સ શિખર સંમેલન ચાલી રહ્યું છે. આ સંમેલન વચ્ચે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસા સાથે મુલાકાત કરી. અદાણી અને રામાફોસાએ આ મુલાકાતમાં વ્યાપારીક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ બેઠક બ્રિક્સ સમિટથી અલગ દક્ષિણ આફ્રિકાના કારોબારી કાર્યક્રમોનો ભાગ હતી. આનો ઉદેશ્ય ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વ્યાપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત કરવાનો હતો. તેવામાં સવાલસ ઉઠે છે કતે શું ગૌતમ અદાણી સાઉથ આફ્રિકા સાથે મેગાડીલ સાઈન કરવાના છે?
દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્સીએ એક્સ હેન્ડલ પર એક નિવેદનમાં કહ્યુ કે રાષ્ટ્ર્રપ્રમુખ રામાફોસાએ નવી દિલ્હી, ભારત ગણરાજ્યના અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી. આ બેઠક 18મી બ્રિક્સ શિખર સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકાની વ્યાવસાયિક ગતિવિધિઓનો ભાગ છે, જે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વાણિજ્યિક અને રોકાણ સંબંધોને ઘનિષ્ઠ કરવાના પ્રયાસોનું સમર્થન કરે છે.
આ બેઠકનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ રામફોસા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કહી રહ્યા છે કે યૂ રન અ બિગ કંપની. અદાણી પણ આનો જવાબ આપે છે.
દક્ષિણ આફ્રિકા કુદરતી સંસાધનો, ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરની દ્રષ્ટિથી મહત્ત્વપૂર્ણ બજાર છે. બીજી તરફ અદાણી જૂથનો કારોબાર પોર્ટ્સ, લોજિસ્ટિક્સ, એનર્જી, એરપોર્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં ફેલાયેલો છે.
આ કારણ છે કે બંને પક્ષો વચ્ચે કારોબારી વાટાઘાટોને ભવિષ્યમાં રોકાણ અને ભાગીદારીની સંભાવનાઓના દ્રષ્ટિકોણથી જોવાઈ રહી છે. જો કે અદાણી જૂથ તરફથી દક્ષિણ આફ્રિકામાં કોઈ નવા મોટા રોકાણની સત્તાવાર ઘોષણા આ બેઠક બાદ થઈ નથી.
હાલ કોઈ મેગા ડીલની સત્તાવાર ઘોષણા થઈ નતી. માટે આ બેઠક ડીલ પાક્કી થવાના સ્થાને બંને દેશો વચ્ચે વધતા કારોબારી સંપર્કના સંકેત તરીકે જોવી જોઈએ.
જો આગળના દિવસોમાં અદાણી જૂથ દક્ષિણ આફ્રિકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા, લોજિસ્ટિક્સ અથવા કોઈ અન્ય ક્ષેત્રમાં રોકાણની ઘોષણા કરે છે, તો શુક્રવારની આ બેઠક તેના માટે મહત્ત્વનો પ્રારંભિક કારોબારી સંપર્ક માની શકાય છે.