US બેઝ પર જે ચીની ઉપગ્રહની મદદથી ઈરાને હુમલો કર્યો હતો, તે રહસ્યમય રીતે તૂટયો!
ચીને આ ઘટના પર કોઈ વિસ્તૃત નિવેદન આપ્યું નથી. જો કે તેને પોતાના ટ્રેકિંગ સિસ્ટમે પણ કેટલાક ટુકડા નોંધ્યા છે. યાઓગન સીરિઝના સેટેલાઈટ સામાન્ય રીતે સૈન્ય મોનિટરિંગ, જહાજો અને સૈનિકોની હિલચાલ પર નજર રાખવા માટે જાણીતા છે. જો કે ચીન તેને નાગરિક ઉપયોગ જેવા ભૂમિ સર્વેક્ષણ માટે હોવાનું જણાવી રહ્યું છે
અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના તાજેતરના અહેવાલ મુજબ, જુલાઈ- 2026માં જોર્ડનના મુવફ્કાફ સાલ્તી એરબેઝ પર ઈરાની મિસાઈલ હુમલાથી પહેલા તહેરાનને ચીનથી તે બેઝની હાઈ રિઝોલ્યૂશન સેટેલાઈટ તસ્વીરો મળી હતી. આ હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના જીવ ગયા હતા અને ઘણાં ઘાયલ થયા હતા.
અમેરિકાના અધિકારીઓએ આને ચીની મદદનો એક સ્પષ્ટ અને નક્કર પુરાવો ગણાવ્યો છે, જેણે અમેરિકાની ફોર્સિસ પર ઘાતક અસર પાડી છે. તસ્વીરો હુમલાથી પહેલા અને બાદ બંને સમયે ઉપલબ્ધ કરાવવામાં આવી. ચીની દૂતાવાસે આ આરોપોને નકાર્યા છે. અમેરિકાના અધિકારી ચીની સરકારના સીધા સામેલ હોવાનો આરોપ લગાવવાથી બચી રહ્યા છે. પરંતુ કંપનીઓના સ્તર પર સહયોગની વાતને સ્વીકારે છે.

આ ઘટના અમેરિકા-ચીન તણાવને વધારનારી સાબિત થઈ રહી છે. પહેલા પણ વોશિંગ્ટને કેટલીક ચીની સેટેલાઈટ ફર્મો પર પ્રતિબંધ લગાવ્યા હતા, કારણ કે તે ઈરાનના સૈન્ય ઉપયોગ યોગ્ય ઈમેઝરી ઉપલબ્ધ કરાવી શકતા હતા. જાણકારોનું કહેવું છેકે હાઈ ક્વાલિટીવાળી તસ્વીરો લક્ષ્ય પસંદ કરવા અને નુકશાનના આકલન કરવામાં મદદગાર હોય છે. ઈરાને હુમલાના કેટલાક દિવસો બાદ બેઝના નુકશાનની વિગતવાર તસ્વીરો જાહેર કરી જે વ્યાવસાયિક સ્ત્રોતોથી સારી લાગતી હતી.
યાઓગન-50 સેટેલાઈટ અચાનક તૂટયો
લગભગ 6 સપ્તાહ બાદ ચીનનો યાઓગન-50 (02) સૈન્ય ટોહી સેટેલાઈટ કક્ષામાં તૂટી ગોય. આ સેટેલાઈટ માર્ચ -2026માં લોન્ચ થયો હતો અને અસામાન્ય રેટ્રોગ્રેડ ઓર્બિટમાં કામ કરી રહ્યો હતો. અમેરિકાની સ્પેસ ફોર્સે તેના તૂટવાથી ઓછામાં ઓછા 43 કાટમાળના ટુકડા નોંધ્યા છે, જે 600થી 11000 કિલોમીટરની ઊંચાઈ પર ફેલાયેલા છે. આ ટુકડા દશકાઓ સુધી કક્ષામાં બનેલા રહેવાની શક્યતા છે, કારણ કે આ ઊંચાઈ પર વાયુમંડલીય ખેંચાણ ઘણું ઓછું હોય છે. તૂટવાના સત્તાવાર કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી. વિશેષજ્ઞ પ્રોપલ્શન સિસ્ટમ અથા બેટરીની ખરાબી અઅથવા કોઈ અન્ય કાટમાળથી ટકરાવાની સંભાવના દર્શાવી રહ્યા છે.
ચીને આ ઘટના પર કોઈ વિસ્તૃત નિવેદન આપ્યું નથી. જો કે તેને પોતાના ટ્રેકિંગ સિસ્ટમે પણ કેટલાક ટુકડા નોંધ્યા છે. યાઓગન સીરિઝના સેટેલાઈટ સામાન્ય રીતે સૈન્ય મોનિટરિંગ, જહાજો અને સૈનિકોની હિલચાલ પર નજર રાખવા માટે જાણીતા છે. જો કે ચીન તેને નાગરિક ઉપયોગ જેવા ભૂમિ સર્વેક્ષણ માટે હોવાનું જણાવી રહ્યું છે.
ઘટનાક્રમના આધારે ઉઠાવાય રહ્યા છે સવાલ
બંને ઘટનઓનો સમય લગભગ જોડાયેલો લાગે છે. પહેલા ચીની ઈમેજરીનો ઉપયોગ અમેરિકન બેઝ પર હુમલામાં કથિતપણે થયેલા હુમલા અને પછી તે શ્રેણીના એક ચીની ટોહી સેટેલાઈટનું તૂટી જવું. કોઈ સત્તાવાર પક્ષ એ નથી કહી રહ્યો કે અમેરિકાએ તેને નિશાન બનાવ્યો. કોઈ એ પણ નથી કહી રહ્યું કે આવું થયું નથી.
વિશ્લેષક આ ક્રમને યોગાનુયોગ કે તકનીકી ખરાબી માની શકે છે. પરંતુ ભૂરાજકીય તણાવના માહોલમાં અટકળો સ્વાભાવિક છે. અંતરિક્ષમાં આવી ઘટનાઓ ચિંતા પેદા કરી રહી છે. કાટમાળ અન્ય સેટેલાઈટો માટે ખતરો બનાવી શકે છે.
તેની સાથે એ દર્શાવે છે કે કોમર્શિયલ અથવા અર્ધ-સૈન્ય સેટેલાઈટ ડેટા કેવી રીતે યુદ્ધ મેદાનને પ્રભાવિત કરી શકે છે. અમેરિકા અને ચીનની વચ્ચે પહેલા જ તકનીકી અને સૈન્ય પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. આ રિપોર્ટ ટ્રમ્પ-શી શિખર સંમેલન પહેલા તણાવ વધારી શકે છે.
આ મામલો જણાવે છે કે આધુનિક સંઘર્ષોમાં સેટેલાઈટ ઈમેજરી કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. માત્ર શસ્ત્ર નહીં, પરંતુ ગુપ્તચર જાણાકારી પણ ઘાતક સાબિત થઈ શખે છે. ચીન પોતાની કંપનીઓ પર નિયંત્રણ રાખવાનો દાવો કરી રહ્યું છે. પરંતુ વ્યાવસાયિક સ્તર પર ડેટા શેયર થવાની આશંકા બનેલી રહે છે. અમેરિકા પોતાની સેનાઓની સુરક્ષા માટે આવા સહયોગ પર નજર રાખશે.
અંતરિક્ષ કાટમાળનું વધવું પણ ગંભીર મુદ્દો છે. યાઓગન-50 જેવો ઘટનાક્રમ કક્ષાને વધુ અવ્યવસ્થિત બનાવી શકે છે. બંને દેશોએ પારદર્શકતા વધારવાની જરૂરત છે. અત્યાર સુધી કોઈ નક્કર પુરાવા નથી કે સેટેલાઈટ જાણીજોઈને નષ્ટ કરાયા છે. કારણ અજ્ઞાત રહેવાથી અટકળો ચાલુ છે. આ ઘટનાક્રમને જોતા ભૂ-રાજનીતિ હવે જમીન અને સમુદ્ર સુધી મર્યાદીત નથી, પરંતુ અંતરિક્ષઙ સુધી પહોંચી ચુકી છે, જ્યાં દરેક ઘટનાના ઘણાં અર્થ કાઢી શકાય છે.