1 પર હુમલો, 3 પર હુમલો ગણાશે: પાકિસ્તાન, સાઉદી, તુર્કી વચ્ચે NATO જેવો કરાર, ભારતની ઝીણવટભરી નજર
આ મામલાને લઈને જ્યારે મીડિયાએ શુક્રવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને સવાલ કર્યો તે તેમણે કહ્યુ કે ભારતની આ ઘટનાક્રમ પર નજર છે. જલદી અપડેટ કરવામાં આવશે.
પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ શુક્રવારે મક્કામાં એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર મુજબ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીમાંથી કોઈપણ એક દેશ પર દુનિયાના કોઈ અન્ય દેશ પર હુમલો કરવામાં આવશે, તો સમજૂતીમાં સામેલ અન્ય દેશો પર પણ હુમલો માનવામાં આવશે.
મક્કામાં કરવામાં આવેલા કરારને મક્કા જોઈન્ટ એગ્રિમેન્ટ નામ અપાયું છે. આ કરાર પર પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ, સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કીના રાષ્ટ્રપ્રમુખ તૈય્યપ અર્દૌગને હસ્તાક્ષર કર્યા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદન મજુબ, ત્રણેય દેશોની સુરક્ષા માટે મક્કા અલ મુકર્મા શિખર સંમેલન દરમિયાન આ સમજૂતીનો ઉદેશ્ય કોઈપણ પ્રકારના હુમલાની વિરુદ્ધ સામુહિક પ્રતિરોધને મજબૂત કરવાનો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ત્રણ દેશોમાંથી કોઈ એક પર થનારા સશસ્ત્ર હુમલાને તે તમામ પર હુમલો માનવામાં આવશે.
આ મામલાને લઈને જ્યારે મીડિયાએ શુક્રવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને સવાલ કર્યો તે તેમણે કહ્યુ કે ભારતની આ ઘટનાક્રમ પર નજર છે. જલદી અપડેટ કરવામાં આવશે.
મક્કામાં થયેલી આ સમજૂતી ત્રણ દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર આધારીત છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ સાથેની વાતચીતમાં ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના સ્ટ્રટજીક એન્ડ ડિફેન્સ સ્ટડીઝ સેન્ટરના મંસૂર અહમદે કહ્યુ છે કે પાકિસ્તાન અને તુર્કી પાસે મજબૂત ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ છે, જ્યારે સાઉદી અરેબિયા ટેક્નોલોજી પર ખર્ચ કરીને યોગદાન આપી શકે છે. તેમણે કહ્યુ છે કે આ કરારમાં કદાચ પરમાણુ પાસું સામેલ નહીં હોય.
પાકિસ્તાન દશકાઓથી સાઉદીની સેનાને ટ્રેનિંગ અને તકનીકી મદદ આપી રહી છે. જ્યારે તુર્કી અને પાકિસ્તાને યુદ્ધજહાજ અને ટ્રેનિંગ એરક્રાફ્ટનું આદાન-પ્રદાન કર્યું છે. 2023માં રિયાદ તુર્કીથી ડ્રોન ખરીદવા માટે સંમત થયું, ત્યારે તુર્કીએ આને પોતાનો સૌથી મોટો ડિફેન્સ એક્સપોર્ટ કોન્ટ્રાક્ટ ગણાવ્યો હતો. રૉયટર્સના મેના રિપોર્ટ મુજબ, ત્યારથી પાકિસ્તાને સાઉદી અરેબિયામાં લગભગ 8000 સૈનિક, ફાઈટર જેટ, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમને તેનાત કરી છે અને ખાડી દેશોની સાથે સુરક્ષા સંબંધ વધારવાની કોશિશ કરી છે.
ઈરાનને કેવી રીતે સાધશે પાકિસ્તાન?
સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી ત્રણેય મુસ્લિમ દેશ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને ઘણીવાર સાઉદી અરેબિયા પર હુમલા કર્યા છે. હવે આ સમજૂતી બાદ સવાલ એ છે કે ઈરાન દ્વારા સાઉદી અરેબિય પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં પાકિસ્તાન શું પ્રતિક્રિયા આપશે. પાકિસ્તાન અને ઈરાન પાડોશી દેશ છે. બંને એકબીજાને પોતાના મિત્ર દેશો પણ ગણાવી રહ્યા છે.