નવસારી: ગણદેવીના મેંધરમાં પુરમાં ફસાયેલા લોકોનું કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ કર્યું, જુઓ Video
અંબિકા નદીમાં જળસ્તર અચાનક વધી જવાને કારણે ગણદેવીના સરીખુર્દ ગામમાં પુરના પાણી ઘૂસી ગયા હતા. જેને કારણે ગ્રામીઓ ઘરના છત પર કે સુરક્ષિત ઉંચા સ્તાનો પર આશરો લેવા મજબૂર બન્યા હતા. અહીં ફસાયેલા 67 લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમો મેદાનમાં ઉતરી હતી. એનડીઆરએફની ટીમોએ ગામમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ ઓપરેશનમાં સુરક્ષિત બહાર કાઢયા હતા.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે વિકટ સ્થિતિ છે. વલસાડ, નવસારી અને સુરત જિલ્લાઓમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદ વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકમાં મેંઘર ગામમાં પાણી વચ્ચે ગ્રામીણો ફસાયા હતા.
તેમને બચાવવા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
મેંઘર ગામમાં પુરના પાણી વચ્ચે ફસાયેલા 30 જેટલા લોકોને રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા.
જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય સંબંધિત એજન્સીઓના સંકલનથી અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા સાથે જરૂરી રાહત અને સહાય પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
અંબિકા નદીમાં જળસ્તર અચાનક વધી જવાને કારણે ગણદેવીના સરીખુર્દ ગામમાં પુરના પાણી ઘૂસી ગયા હતા. જેને કારણે ગ્રામીઓ ઘરના છત પર કે સુરક્ષિત ઉંચા સ્તાનો પર આશરો લેવા મજબૂર બન્યા હતા. અહીં ફસાયેલા 67 લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમો મેદાનમાં ઉતરી હતી. એનડીઆરએફની ટીમોએ ગામમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ ઓપરેશનમાં સુરક્ષિત બહાર કાઢયા હતા. જેમાં 25 મહિલાઓ, 20 પુરુષો અને 22 બાળકો સામેલ છે.
નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહે, વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે અને જરૂરિયાત વિના અસરગ્રસ્ત વિસ્તારમાં જવાનું ટાળે.