ગુજરાત યુવા મોરચાના નવા અધ્યક્ષ મહિલા હશે? રાજકોટના ડૉ. દેવાંગી મૈયડના નામની ચર્ચા
યુવા મોરચાના નવા અધ્યક્ષ તરીકે નરેશ દેસાઈ પણ પ્રબળ દાવેદારોમાંથી એક છે. હવે જોવાનું એ રહે છે કે યુવા મહિલા નેતાને કમાન સોંપવામાં આવે છે અથવા કોઈ પુરુષ નેતાને આ પદ સોંપવામાં આવે છે
ગુજરાતના વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પદ પર નિયુક્ત થયા છે. તેમના પછી ગુજરાત યુવા મોરચામાં તેમના ઉત્તરાધિકારીના નામોની ચર્ચા શરૂ થઈ છે. હેમાંગ જોશી ગત વર્ષ સપ્ટેમ્બરમાં ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ બન્યા હતા. તેવામાં તે નવ માસ બાદ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. હેમાંગ જોશી રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ્યા છે, તેની સાથે ભાજપને ગુજરાતમાં ઈતિહાસનું નવું પ્રકરણ ઉપસાવવાનો મોકો મળ્યો છે. ભાજપના અભેદ્ય ગઢ અને પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં હજી સુધી કોઈ મહિલાને ભાજપ પ્રદેશ યુવા મોરચાની કમાન મળી નથી.
સૂત્રોનું કહેવું છે કે રાજકોટ શહેરના ભાજપના કાર્યકર્તા અને હાલ ગુજરાત યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ડૉ. હેમાંગી મૈયડ નવા અને પહેલા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. તેઓ ઈન્ટરનેશનલ યોગ ટ્રેનર છે. તેઓ ઘણાં વાકપટુ પણ છે. યુપીએસસી પરીક્ષાઓના અભ્યાર્થી રહી ચુકેલા ડૉ. દેવાંગી મૈયડ વ્યવસાયે ફિઝિયોથેરેપિસ્ટ છે. જો તેમની અથવા તો પછી અન્ય મહિલાની આ પદે નિયુક્તિ થાય છે, તો આ પહેલો મોકો હશે. કે જ્યારે ગુજરાતમાં યુવા મોરચાની કમાન કોઈ મહિલા નેતાને મળશે. ડૉ. દેવાંગી મૈયડ ઈંસ્ટાગ્રામ પર ઘણાં સક્રિય છે.
ગુજરાત યુવા મોરચાની મુખ્ય ટીમમાં હાલ હેમાંગ જોશીને બાદ કરતા 21 યુવા નેતાઓ છે. તેમાં આઠ પ્રદેશઉપાધ્યક્ષ, ત્રણ મહામંત્રી, આઠ પ્રદેશ મંત્રી, એક પ્રદેશ ખજાનચી અને એક પ્રદેશ કાર્યાલય મંત્રી છે. ઉપાધ્યક્ષોમાં વડોદરાના અંકિતા પરમાર એક માત્ર મહિલા ઉપાધ્યક્ષ છે. જ્યારે પ્રદેશ મહામંત્રી પદે ડૉ. હેમાંગી મૈયડ એકમાત્ર મહિલા નેતા છે. સૂત્રો પ્રમાણે, પાર્ટી જ્યારે જેન-ઝી આઉટરીચ પર ફોકસ કરી રહી છે, ત્યારે જલદી નવા અધ્યક્ષનું એલાન થવાની સંભાવના છે.
ગુજરાતમાં આગામી વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેવામાં લગભગ 14 માસ બાકી છે. યુવા મોરચાના નવા અધ્યક્ષ તરીકે નરેશ દેસાઈ પણ પ્રબળ દાવેદારોમાંથી એક છે. હવે જોવાનું એ રહે છે કે યુવા મહિલા નેતાને કમાન સોંપવામાં આવે છે અથવા કોઈ પુરુષ નેતાને આ પદ સોંપવામાં આવે છે.