'અકેલા મુજાહિદ' વાળી ગાઈડથી ચાલતી હતી ગુજરાતમાં જૈશની આતંકી પાઠશાળા!
આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાયેલા જૈશ-એ-મોહમ્મદના આઠ કથિત સદસ્યોની પૂછપરછ દરમિયાન આ 5 શકમંદોના નામ સામે આવ્યા હતા. તેના પછી એટીએસએ ફરીથી કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ : ગુજરાત એટીએસએ જૈશ-એ-મોહમ્મદના જે પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે, તેને લઈને સસનાટીપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે. આ લોકોને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાલ ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.





અધિકારીઓનું કહેવું છે કે આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાયેલા જૈશ-એ-મોહમ્મદના આઠ કથિત સદસ્યોની પૂછપરછ દરમિયાન આ 5 શકમંદોના નામ સામે આવ્યા હતા. તેના પછી એટીએસ(ATS)એ ફરીથી કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મળી છે કે આ લોકો એક સ્થાનિક મસ્જિદમાં એકઠા થયા હતા. અહીંથી આ લોકો આઈઈડી બનાવવાનું શીખી રહ્યા હતા અને તેનું એક સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું એટલે કે બોમ્બ વિસ્ફોટ કરીને પણ જોયો હતો.

આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ લોકો જામિયા અબુલ હસન મદરસામાં રહેતા હતા. એટલું જ નહીં, 2023 બાદથી જ આ સતત બોમ્બ બનાવવાની તૈયારીમાં લાગેલા હતા. તેમની કોશિશ હતી કે બોમ્બ બનાવવાની એક તકનીક વિકસિત કરી લેવામાં આવે. એટલું જ નહીં બકાયદા ટ્રેનિંગ પણ હતી અને આ મોડ્યુલને એક બુકલેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ બુકલેટનું શીર્ષક હતું- 'અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે'. તેના સિવાય શંકાસ્પદ આતંકીઓમાંથી એક મોહમ્મદ આમીન શેરા મોટાભાગે જેહાદની વાતો કરતો હતો અને ભાષણો પણ કરતો હતો.

આ લોકો સંદર્ભે એ પણ જાણકારી મળી છે કે 2023થી ફેબ્રુઆરી 2026 સુધી આ લોકોએ 8 અલગ-અલગ સ્થાનોની મુલાકાત લીધી હતી. અહીં આ લોકોએ બોમ્બ બનાવવાની મિકેનિઝ્મની સમજ મેળવી હતી અને કેવી રીતે વિસ્ફોટ થઈ શકે છે, તેનું રિહર્સલ પણ કર્યું હતું. આ સિવાય આ લોકોએ ગનપાઉડર તૈયાર કરવા માટે કેટલીક સામગ્રીની ઓનલાઈન ખરીદી પણ કરી હતી. કેટલોક સામાન સ્થાનિક બજારોમાંથી પણ ખરીદી લાવ્યા હતા. તપાસ દરમિયાન મોહમ્મદ આમિન શેરા પાસેથી આઈઈડી તૈયાર કરવામાં વપરાયેલી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.

આ લોકો પાસેથી જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરના ભાષણોવાળી પેનડ્રાઈવ પણ મળી છે. આ સિવાય આ લોકો મોટાભાગે કટ્ટરપંથીઓ અને આતંકી સરગનાઓની સ્પીચ સાંભળતા હતા. તપાસમાં જાણકારી મળી છે કે મોહમ્મદ અયૂબ કાદવાલા અને તેના સાથીદારો મોહમ્મદ આમિન શેરા, અહમદ ગાઝીવાલા, ઝકારિયા ધાધા સહીત પાંચ લોકો એક મસ્જિદમાં એકઠા થયા હતા. અહીં આ લોકો આઈઈડી તૈયાર કરવાનું શીખી રહ્યા હતા. ટ્રાયલ તરીકે આ લોકોએ એક બ્લાસ્ટ પણ કર્યો હતો. આ તમામ આરોપીઓને - અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે- નામની એક બુકલેટ આપવામાં આવી હતી. આ લોકો મદરસાના અન્ય વિદ્યાર્થીઓને પણ આના દ્વારા જેહાદ સાથે જોડવાની મનસા ધરાવતા હતા. આના માટે આ લોકોએ ત્રણ દાવતો પણ કરી હતી.

અત્યાર સુધી 13 શકમંદો ઝડપાયા છે. તેમાંથી પહેલા ગુજરાત એટીએસએ 8 લોકોની ધરપકડ કરી હતી. તેમાં અહમદ અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબૂ ઉબૈદા, ઈબ્રાહીમ મોહમ્મદ હુસૈન ઘાધા ઉર્ફે અબૂ હમજા, મુદસ્સિર અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબૂ આયા, ઝકારિયા દુર્રાની મોહમ્મદ અમ્માર ધાદા ઉર્ફે ઈબ્ન અમ્માર, મુફ્તિ ફૌઝાન ઈસ્માઈલ દૌવા ઉર્ફે મુફ્તિ સાબ, મોહમ્મદ અમીન શેરા ઉર્ફે અમીન પાલનપુરી, મોહમ્મદ અબ્દુલ રહમાન સાવદી ઉર્ફે અબૂ ઉનેસા અને બિલાલ દુર્રાની મોહમ્મદ અમ્માર ધાધા ઉર્ફે અબૂ દુજાના સામેલ હતા.
ગુરુવારે ઝડપાયેલા 5 આરોપીઓમાં બિલાલ આબિદભાઈ શેરા, મોહમ્મદ અય્યૂબ કાદીવાલા, મોહમ્મદ અય્યૂબભાઈ સુનસારા ઉર્ફે મોહમ્મદ ખલી, શફી રઈસ મુખી ઉર્ફે શફી છાપી અને મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી સામેલ છે.