PM મોદી, પુતિન અને જિનપિંગ સાથસાથ, BRICSની સૌથી શક્તિશાળી તસ્વીર દુનિયાને સંદેશ
2026માં ભારતની અધ્યક્ષતામાં થઈ રહેલું બ્રિક્સ સંમેલન માત્ર નેતાઓની બેઠક નથી. આ ભારત માટે પોતાની કૂટનીતિક ક્ષમતા અને ગ્લોબલ સાઉથમાં ભૂમિકાને મજબૂત કરવાનો મોટો અવસર છે. ભારતની અધ્યક્ષતાનું ફોક્સ Building for Resilience, Innovation, Cooperation and Sustainability પર છે.
દિલ્હીમાં આયોજીત બ્રિક્સ શિખર સંમેલનથી દુનિયાને સંદેશ આપતી તસ્વીરો સામે આવી છે. પીએમ મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો હાથ પકડીને વાતો કરતા દેખાય રહ્યા છે. આ દરમિયાન ત્રણેય નેતાઓના ચહેરા પર સ્મિત છવાયેલું છે.
પીએમ મોદીની પુતિન, જિનપિંગ, ઈરાનના રાષ્ટ્ર્પ્રમુખ મસૂદ પેજેશકિયાનની એક જ મંચ પર હાજરીએ બ્રિક્સ સમિટને ખાસ બનાવી દીધી છે. આ સંમેલન એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે દુનિયા રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન-અમેરિકા યુદ્ધ જેવા મોટા પડકારોમાંથી પસાર થઈ રહી છે. આવા માહોલમાં બ્રિક્સનો મંચ ભારતના જુદાંજુદાં પાવર સેન્ટરની સાથે સંવાદ જાળવી રાખવાનો મોકો આપી રહ્યો છે.
બ્રિક્સ સમિટ 2026ની તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ અને મસૂદ પેજેશકિયાનની હાજરીને વૈશ્વિક કૂટનીતિની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચીન અને રશિયા બંને બ્રિક્સને પશ્ચિમી નેતૃત્વવાળા વૈશ્વિક માળખાની બહાર સહયોગ વધારવા માટે મહત્ત્વપૂર્ણ મંચ તરીકે જોવે છે. બીજી તરફ ભારતની સ્થિતિ થોડી અલગ છે. નવી દિલ્હી, રશિયા અને ઈરાન સાથે પોતાના સંબંધોને બનાવી રાખવા અમેરિકા અને યુરોપ સાથે પણ રણનીતિક ભાગીદારીને આગળ વધારી રહ્યા છે. આ સંતુલન ભારતની વિદેશ નીતિને હાલના સમયમાં ખાસ બનાવે છે.
નવી દિલ્હીમાં બ્રિક્સ સંમેલનની સૌથી મોટી તસ્વીર એ છે કે જુદાંજુદાં રાજકીય મત ધરાવતા દેશ એક જ મંચ પર વાતચીત કરી રહ્યા છે. ભારત આ મંચ દ્વારા વ્યાપાર, ઊર્જા, સુરક્ષા, રોકાણ, તકનીક અને વૈશ્વિક વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવાની કોશિશ કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની બેઠકમાં બંને દેશોએ વ્યાપાર, સંરક્ષણ, ઊર્જા, અંતરિક્ષ, મહત્ત્વપૂર્ણ ખનીજ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી છે. બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને 100 અબજ ડોલર સુધી લઈ જવાની દિશામાં કામ ચાલુ રાખવા પર પણ ભાર મૂક્યો છે. શી જિનપિંગની ભારત યાત્રા પણ ઘણી મહત્ત્વપૂર્ણ છે. 2020ના સીમા વિવાદ બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ રહ્યો છે. તેવામાં જિનપિંગના ભારત આવવા અને મોદીની સાથે સંભવિત વાતચીત સંબંધોને સંભાળવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.
મસૂદ પેજેશકિયાનની હાજરી પશ્ચિમ એશિયાના હાલના સંકટની વચ્ચે ખાસ મહત્ત્વ ધરાવે છે. ભારત ઈરાનની સાથે પોતાના સંબંધોને ઊર્જા, વ્યાપાર અને ચાબહાર પોર્ટ જેવા રણનીતિક મુદ્દાઓ સાથે સાંકળીને જોવે છે. ઈરાનિ સાથે સંબંધ જાળવી રાખવા ભારત માટે પણ જરૂરી છે, કારણ કે ચાબહાર દ્વારા ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચનો એક મહત્ત્વનો માર્ગ મળે છે. તો પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ઊર્જા અને સમુદ્રી વ્યાપારની સુરક્ષા પણ ભારતની મોટી ચિંતા છે. ભારતની કોશિશ છે કે તે ઈરાન સહીત ક્ષેત્રના તમામ મહત્ત્વપૂર્ણ દેશોની સાથે વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવા અને કોઈઈ એક જૂથની રાજનીતિ સુધી ખુદને મર્યાદીત ન કરે.
બ્રિક્સને લઈને પાકિસ્તાન પણ લાંબા સમયથી સદસ્યતાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાને 2023માં જૂથમાં સામેલ થવા માટે અરજી કરી હતી. રિપોર્ટ્સ મુજબ, ચીન અને રશિયાથી તેણે ટેકો મેળવવાની કોશિશ કરી છે, પરંતુ બ્રિક્સમાં નવા સદસ્યના સામેલ કરવા માટે સામાન્ય સમજૂતી જરૂરી છે. ભારતના વાંધાને પાકિસ્તાનની સદસ્યતાની રાહમાં મોટી અડચણ માનવામાં આવે છે.
પાકિસ્તાન માટે બ્રિક્સની સદસ્યતા આર્થિક અને કૂટનીતિક બંને દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. સમૂહનો વિસ્તાર થયા બાદ તેનો વૈશ્વિક પ્રભાવ ઘણો વધ્યો છે. જો કે એ કહેવું યોગ્ય નથી કે માત્ર ભારત જ પાકિસ્તાનની સદસ્યતાનો અંતિમ નિર્ણય કરે છે, કારણ કે બ્રિક્સનો વિસ્તાર તમામ સદસ્યોના નિર્ણયો પર આધારીત છે.
ઈરાનને લઈઈને પણ વોશિંગ્ટનની નીતિ ઘણી કડક છે. અમેરિકામાં રશિયા-ઈરાન પ્રતિબંધો સાથે જોડાયેલા પ્રસ્તાવ પણ ચર્ચામાં છે. જેમાં રશિયામાંથી ખનીજતેલ ખરીદનારા દેશો પર વધારે ટેરિફ લગાવવાની સંભાવના પણ સામેલ છે. ભારત જેવા દેશો પર આના સંભવિત આર્થિક પ્રભાવને લઈને પણ ચર્ચા થઈ છે. આવા માહોલમાં ભારતનું બ્રિક્સમાં સક્રિય રહેવું દર્શાવે છે કે નવી દિલ્હી પોતાની વિદેશ નીતિને માત્ર એક શક્તિ સમૂહ સુધી મર્યાદીત રાખવા માંગતી નથી. ભારત અમેરિકા સાથે રણનીતિક સહયોગને આગળ વધારતા રશિયા, ઈરાન અને ચીન સાથે પણ જરૂરી સંવાદ બનાવી રાખવા માંગે છે.
2026માં ભારતની અધ્યક્ષતામાં થઈ રહેલું બ્રિક્સ સંમેલન માત્ર નેતાઓની બેઠક નથી. આ ભારત માટે પોતાની કૂટનીતિક ક્ષમતા અને ગ્લોબલ સાઉથમાં ભૂમિકાને મજબૂત કરવાનો મોટો અવસર છે. ભારતની અધ્યક્ષતાનું ફોક્સ Building for Resilience, Innovation, Cooperation and Sustainability પર છે. સંમેલનમાં વ્યાપાર, ઊર્જા, સંરક્ષણ, તકનીક, સપ્લાઈ ચેન અને વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સહયોગ વધારરવાની કોશિશ કરી રહી છે. બ્રિક્સમાં હવે 11 સદસ્ય દેશ છે અને સમૂહ વૈશ્વિક વસ્તીનો લગભગ અડધો હિસ્સો તથા વૈશ્વિક જીડીપીના લગભગ 40 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.