ટ્રેનમાં દિવો પ્રગટાવી પૂજા! પ્રવાસીઓની સુરક્ષા તાક પર Video Viral
આમ તો જાહેર સ્થાનો પર પૂજા-નમાજ કે અન્ય કોઈ ધાર્મિક બાબતો અન્યોની અડચણરૂ થાય તેવી મંજૂરી લીધા વગરના આવા કર્મકાંડ ન થવા જોઈએ. પણ થઈ રહ્યા છે. અહીં સવાલ એ છે કે શું આપણે આવું પ્રતિક્રિયાવાદી, બિનતાર્કિક ભારત ઈચ્છીએ છીએ કે જે અડચણરૂપ અને અતાર્કિક છે તેને રોકવા માંગીએ છીએ.
ભારતીય રેલવે સાથે જોડાયેલા વીડિયો સોશયલ મીડિયામાં અવાર-નવાર ચર્ચાનું કારણ બનતા હોય છે. ક્યારેક ટ્રેનમાં આવાજવાનો રસ્તો રોકીને નમાજ પઢતા મુસ્લિમોના ઘણાં વીડિયો જોયા હશે. હવે ટ્રેનમાં પ્રવાસીઓની સુરક્ષા તાક પર રાખીને દિવો પ્રગટાવીને પૂજા કરનારા શખ્સનો વીડિયો વાઈરલ થયો છે. આમ તો જાહેર સ્થાનો પર પૂજા-નમાજ કે અન્ય કોઈ ધાર્મિક બાબતો અન્યોની અડચણરૂ થાય તેવી મંજૂરી લીધા વગરના આવા કર્મકાંડ ન થવા જોઈએ. પણ થઈ રહ્યા છે. અહીં સવાલ એ છે કે શું આપણે આવું પ્રતિક્રિયાવાદી, બિનતાર્કિક ભારત ઈચ્છીએ છીએ કે જે અડચણરૂપ અને અતાર્કિક છે તેને રોકવા માંગીએ છીએ.

તાજેતરમાં વાયરલ થયેલી ક્લિપમાં એક પ્રવાસી થર્ડ એસી કોચની અપર બર્થ પર અગબત્તી અને દિવો પ્રગટાવીને પૂજા કરતો દેખાઈ રહ્યો છે. તેની આસપાસ રહેલા ઘણાં પ્રવાસીઓ તેને રોકવાની કોશિશ કરી રહ્યા છે. તેમનું કહેવું હતું કે એસી કોચમાં ખુલ્લામાં આગ પ્રજ્વલિત કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. તેમ છતાં કેટલોક સમય સુધી પૂજા ચાલુ રહે છે.
વીડિયોમાં અન્ય પ્રવાસીઓની ચિંતા સ્પષ્ટ સંભળાય છે. એક શખ્સ કહે છે કે અરે પંડિતજી, આ શું કરી રહ્યા છો, આ દિવો કેમ પ્રગટાવી રહ્યા છો. તો બીજો પ્રવાસી ચેતવણી આપે છે કે હમણાં ફાયર એલાર્મ વાગી જશે. પછી શું કરશો. ઘણાં લોકો મળીને સમજાવે છે કે ચાલતી ટ્રેનમાં આ પ્રકારે ખુલ્લી દિવેટ પ્રગટાવવી સુરક્ષિત નથી.
વાઈરલ વીડિયો પોસ્ટમાં દાવો કરાયો છે કે ઘટના એસી કોચની ઉપરની બર્થની છે. જ્યાં એક પ્રવાસી અગરબત્તી અને દિવો પ્રગટાવીને પૂજા કરી રહ્યો હતો. પોસ્ટ મુજબ, સાથે પ્રવાસ કરી રહેલા લોકોએ તેને સમજાવવાની કોશિશ કરી કે ધુમાડો ફાયર એલાર્મને સક્રિય કરી શકે છે અને ખુલ્લી આગ મોટી દુર્ઘટના પણ કરી શકે છે.
ભારતીય રેલવેના સુરક્ષા નિયમો પ્રમાણે, ટ્રેનની અંદર માચિસ, લાઈટર અથવા કોઈપણ પ્રકારની ખુલ્લી આગનો ઉપયોગ પ્રતિબંધિત છે. એસી કોચમાં રહેલી સીટ, પડદા, ચાદર, તકિયા અને અન્ય સમાન જ્વલનશીલ હોઈ શકે છે. તેવામાં નાનકડી બેદરકારી પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ કારણ છે કે રેલવે પ્રવાસીઓને ટ્રેનની અંદર દિવો, મીણબત્તી, અગરબત્તી કે કોઈ અન્ય પ્રકારની ખુલ્લી દિવેટનો ઉપયોગ નહીં કરવા અપીલ કરાય છે.
વીડિયો વાઈરલ થયા બાદ સોશલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. ઘણાં લોકોએ કહ્યુ છે કે આસ્થાનું સમ્માન થવું જોઈએ. પંરતુ જાહેર સુરક્ષા તેનાથી પણ મોટી જવાબદારી છે. કેટલાક યૂઝર્સે લખ્યું કે આી સ્થિતિમાં તાત્કાલિક ટીટીઈ અથવા ટ્રેન સ્ટાફને જાણકારી આપવી જોઈએ. ત્યારે કેટલાક લોકો પ્રવાસીઓની જાગરૂરકતા સાતે જોડાયેલો મામલો જણાવી રહ્યા છે. હાલ આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો ક્યારનો છે અને ક્યાનો છે તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.