'ઈન્ડિયા ગૉટ લેટેંટ 2' માં બિહારી શિક્ષિકાએ ખુદને ગણાવી 'મેન-હેટર'!, તો મળ્યું મીંડુ
બિહારની શિક્ષિકાએ પુરુષોને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. તેના પછી તે ટ્રોલર્સના નિશાને આવી ચુકી છે. તે આ સીઝનની પહેલી એવી કન્ટેસ્ટન્ટ બની, જેને તમામ પેનલિસ્ટ્સે ઝીરો પોઈન્ટ્સ આપ્યા છે.
સમય રૈનાના શૉ 'ઈન્ડિયા ગૉટ લેટેંટ 2' પોતાનો ત્રીજો એપિસોડ રિલીઝ થયા બાદ ફરી એકવાર ઓનલાઈન ચર્ચામાં છે. આ વખતે કન્ટેસ્ટન્ટ સાક્ષી ઝાએ પોતાના વિવાદીત ઑડિશનમાં ખુદને પુરુષોથી નફરત કરનારી એટલે કે મેન હેટર ગણાવી અને તેની સાથે જ તેણે દારૂ પીને પોતાના પતિને મારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
તેની આ વાતો અને હોસ્ટ સમય રૈના સાથે થયેલી વાતચીત આગની જેમ સોશયલ મીડિયા પર ફેલાઈ ચુકી છે. ,તેના પછી સોશયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ વિવાદીત પરફોર્મન્સે શૉમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બિહારી શિક્ષિકા સાક્ષી ઝા આ સિઝનની પહેલી એવી કન્ટેસ્ટન્ટ બની ચુકી છે કે જેને જજિંગ પેનલના તમામ સદસ્યોએ મીડું જ પધરાવ્યું છે એટલે કે ઝીરો પોઈન્ટ્સ આપ્યા છે.
સાક્ષી ઝાએ ખુદને ગણાવી 'મેન હેટર'
સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન નહીં કરવા પર સમય રૈનાને તાજેતરમાં 3 લાખનો દંડ જમા કરાવવાનો આદેશ અપાયો હતો. આ દરમિયાન હવે કોમેડિયન સમયના શૉની એક કન્ટેસ્ટન્ટે વિવાદીત નિવેદન દ્વારા ચર્ચા જગાવી છે. 'ઈન્ડિયા ગૉટ લેટેંટ 2' નો ત્રીજો એપિસોડ શુક્રવારે નેટફ્લિક્સ પર રિલીઝ થયો છે. જેમાં સાક્ષી ઝા સહીત ઘણાં નવા કન્ટેસ્ટન્ટ્સ સામેલ હતા. બિહારની વતની શિક્ષિકા સાક્ષી ઝા સોશયલ મીડિયા ક્રિએટર છે અને પોતાના વિવાદીત ઓડિશનને કારણે સૌથી વધુ ચર્ચિત કન્ટેસ્ટન્ટ્સમાંથી એક બની ચુકી છે.
પોતાના ઓડિશનમાં સાક્ષી ઝાએ ખુદને મેન- હેટર ગણાવી અને પોતાની જિંદગીનું લક્ષ્ય પતિને દારૂ પીને મારવાનું હોવાનું જણાવ્યું. બિહારની શિક્ષિકા સાક્ષી ઝાએ એમ પણ કહ્યુ કે તે માત્ર મર્દોને નાપસંદ જ કરતી નથી, પરંતુ પોતાના પિતા અને ભાઈથી પણ નફરત કરે છે.
સાક્ષી ઝાએ ક્હ્યું છે કે "હાય, હું સાક્ષી છું અને હું એક મેન-હેટર છું હકીકતમાં મને મર્દોનો ઈગો તોડવામાં મજા આવે છે. મારા મિત્રો કહે છે કે સાક્ષી,ત તું ઘણી લેમ છું. ઠીક છે હું છું. મને લાગે છે કે હું મોટી માણસ બની જ નથી શકતી.. હું ગમે તેટલો પ્રયત્ન કરી લઉં, કારણ કે હું તો એક મહિલા છું ને યાર અને આ જનરેશનમાં મહિલા હોવું ટ્રોમા છે ટ્રોમા. હું હકીકતમાં કોઈ જાતિથી નફરત કરતી નથી, પરંતુ મર્દોથી નફરત કરું છું. મર્દોને આવડે શું આવડે છે, બને એવા છે કે હું મર્દ છું. હકીકતમાં? શું તમે પોતાના પિતાની કોખમાંથી પેદા થયા હતા ? તમને જન્મ આપનારી એક મહિલા હતી, ખરું ને ? હું મારા પપ્પા અને ભાઈને પણ પસંદ માટે જ પસંદ કરતી નથી, કારણ કે તેઓ પણ મર્દ છે."
સાક્ષી ઝા પોતાના પિતા-ભાઈથી પણ નફરત કરે છે
હોસ્ટ સમય રૈના અને જજ તન્મય ભટ, વિશાલ દદલાની, રઘુ રામ અને યશરાજ મહેરાએ સાક્ષીની વાત સાંભળીને તેને ઝીરો પોઈન્ટ્સ આપ્યા. આ પ્રકારે સાક્ષી 'ઈન્ડિયા ગૉટ લેટેંટ 2'સીઝની પહેલી એવી કન્ટેસ્ટન્ટ બની ચુકી છે કે જેને ઝીરો પોઈન્ટ્સ મળ્યા. આ દરમિયાન તન્મયે સાક્ષીને સવાલ કર્યો કે પુરુષો સંદર્ભે તેના વિચારને લઈને તેના પિતાની શું પ્રતિક્રિયા હતી? તેના જવાબમાં સાક્ષીએ ક્હ્યું કે હું તેમનાથી પણ નફરત કરું છું. તે મારા પિતા છે, પરંતુ તે એક પુરુષ પણ છે. હું મારા દાદાજીથી પણ નફરત કરું છું અને તેઓ મારાથી નફરત કરે છે, કારણ કે મને તેમનો પૌત્ર અને મારો ભાઈ પસંદ નથી.
સાક્ષી ઝાએ લેટેન્ટ 2 પર બિહારીઓનું કર્યું અપમાન
વાતચીત દરમિયાન સાક્ષીએ બિહારના લોકો સંદર્ભે પણ ઘણી મજાકિયા અને અપમાનજનક વાતો કહી. આ એપિસોડના આવ્યાના તુરંત બાદ સોશયલ મીડિયા પર સાક્ષીના ઓડિશનની ક્લિપે ધમાકો કર્યો. તેની વાતોને સોશયલ મીડિયા યૂઝર્સે નકારી દીધી છે. તેમણે કહ્યું છે કે ત્યાંના માણસો સારા નથી અને તેના કારણે તે તેમને પસંદ કરતી નથી.