કેમિકલથી લઈને બાયોલોજિકલ વૉર સુધીની તૈયારી, સેના માટે 1 લાખ કરોડથી વધુની થશે ખરીદી
મંજૂર કરવામાં આવેલી કુલ ખરીદીમાં લગભગ 98 ટકા સામાન ભારતીય કંપનીઓ અને ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગમાંથી લેવામાં આવશે. આનાથી દેશના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળાની સાથે આયાત પરની નિર્ભરતા ઓછી થશે
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સોમવારે થયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સશસ્ત્ર દળો માટે લગભગ 1.10 લાખ કરોડ રૂપિયાની ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી મળી છે.
આ પ્રસ્તાવોને એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી (AON)ની મંજૂરી મળી છે, એટલે કે સરકારે આ તમામ ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે મંજૂર કરવામાં આવેલી કુલ ખરીદીમાં લગભગ 98 ટકા સામાન ભારતીય કંપનીઓ અને ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગમાંથી લેવામાં આવશે. આનાથી દેશના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળાની સાથે આયાત પરની નિર્ભરતા ઓછી થશે.
સેના માટે ઘણાં મહત્ત્વના ઉપકરણોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. તેમાં કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર રિકોનન્સેન્સ વાહન, હાઈ મોબિલિટી વ્હીકલ, સેલ્ફ પ્રોપેલ્ડ મિકેનિકલ માઈન લેયર, એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર, ટ્રોલ ટેન્ક અને સર્વત્ર બ્રિજ સિસ્ટમ સામેલ છે.
સીબીઆરએન વાહન આવા વિસ્તારોની ભાળ મેળવવા અને નિરીક્ષણ કરવામાં મદદ કરશે, જ્યાં ખતરનાક રાસાણિક અથવા જૈવિક એજન્ટ્સ હાજર હોઈ શકે છે. એમએણએલથી જરૂરત મુજબ, તેજ ઝડપથી સુરંગ બિછાવી શકાશે. ટ્રોલ ટેન્ક અને સર્વત્ર બ્રિજ સિસ્ટમ ઓપરેશન દરમિાયન અલગ-અલગ વિસ્તારોમાંથી માર્ગો અને ક્રોસિંગ બનાવવામાં મદદ કરશે.
ઈન્ડિયન નેવી માટે અરુધ્રા રડારની ખરીદીને મંજૂરી મળી છે. આ રડાર વિભિન્ન નેવલ એર સ્ટેશન્સ પર વપરાય રહેલા જૂના એર રુટ સર્વિલાન્સ રડારના સ્થાને લગાવાશે. તેના સિવાય મરીન ગેસ ટર્બાઈન્સની ડિઝાઈન અને ડેવલોપમેન્ટ બાદ તેની ખરીદીનો માર્ગ પણ કંડારાયો છે. આનો ઉદેશ્ય દેશમાં જ વોરશિપ પ્રોપલ્શન સિસ્ટમ તૈયાર કરવના અને વિદેશી સપ્લાયર્સ પર નિર્ભરતા ઘટાડવાનો છે.
ભારતીય વાયુસેના માટે પણ ઘણાં પ્રસ્તાવોને મંજૂરી અપાઈ છે. આનો ઉદેશ્ય એરક્રાફ્ટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરોની કેમ્બેક્ટ કેપેબિલિટીને વધુ મજબૂત કરવાનો છે. ડીએસીએ ગ્રાઉન્ડ બેસ્ડ મલ્ટી પર્પઝ જેમર્સની ખરીદીને પણ મંજૂરી આપી છે. આ સિસ્ટમ દુશ્મનના રડારને કાઉન્ટર અને ડિસરપ્ટ કરવાનું કામ કરશે. તેની સાથે જ ડિફેન્સ ફોર્સિસ સિક્યોર એક્સેસ કાર્ડ સિસ્ટમ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ જૂના પેપર બેસ્ડ આઈડેન્ટિટી કાર્ડ, પાસ અને પરમિટના સ્થાને આરએફઆઈડી ટેક્નોલોજી પર આધારીત સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરશે. આ તમામ મંજૂરીઓમાંથી લગભગ 98 ટકા પ્રોક્યોરમેન્ટ ભારતીય ઈન્ડસ્ટ્રીઝમાંથી થવાનું છે.