અમદાવાદના SG હાઈવે પર સોલા ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં 16 વર્ષના સગીરે કર્યો આપઘાત
આ મામલાની જાણકારી મળતા સોલા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી મામલાની તપાસ શરૂ કરી છે
અમદાવાદના એસજી હાઈવે પર સોલા ઉમિયા કેમ્પસની જે. એસ. પટેલ (આજોલ) બોયઝ હોસ્ટેલમાં એક સગીર વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે.
16 વર્ષના તુષાર પટેલે હોસ્ટલ પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. આ મામલાની જાણકારી મળતા સોલા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી મામલાની તપાસ શરૂ કરી છે.
13મી ઓગસ્ટે તુષાર પટેલ બોય હોસ્ટેલના 11 અને 12મા માળ વચ્ચેની ખુલ્લી જગ્યા પરથી કૂદી ગયો હતો. તે નજીકમાં જ આવેલી આર. સી. ટેક્નિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં ભણતો હતો. તે હોસ્ટેલમાં ગત એક માસથી જ રહેતો હતો.
મૂળ દેત્રોજના ગીતાપુરનો વતની તુષાર પટેલ એક દિવસ પહેલા જ ગામડેથી હોસ્ટલમાં આવ્યો હતો.
આ હોસ્ટેલનું ઉદ્ઘાટન પણ દોઢ માસ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું હતું.