હિમાચલમાં ભારે વરસાદ વચ્ચે બનીખેતમાં કાર ખાઈમાં ખાબકતા 5ના મોત
પઠાનકોટ-ચંબા નેશનલ હાઈવે પર બનીખેતના લાહડ નજીક આ દુર્ઘટના થઈ છે અને તેમાં દુર્ઘટનાનો ભોગ એક જ પરિવારના લોકો બન્યા છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે ચમ્બા જિલ્લામાં ભીષણ સડક દુર્ઘટના થઈ છે. ગત રાત્રે પઠાનકોટ-ભરમૌર નેશનલ હાઈવે પર લાહાડ ગામ નજીક એક અલ્ટો કાર અનિયંત્રિત થતા ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા છે.
મૃતકોમાં એક વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસે જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ડેલહાઉસી પોલીસ સ્ટેશન તરફથી જણાવાયું છે કે દુર્ઘટના થઈ છે. પરંતુ કેટલા લોકોના મોત થયા, તેની બાદમાં નક્કર જાણકારી મળી શકે છે. હાલ પોલીસ ટીમ ઘટનાસ્થળે છે.
જણાવવામાં આવે છે કે પઠાનકોટ-ચંબા નેશનલ હાઈવે પર બનીખેતના લાહડ નજીક આ દુર્ઘટના થઈ છે અને તેમાં દુર્ઘટનાનો ભોગ એક જ પરિવારના લોકો બન્યા છે. જણાવવામાં આવે છે કે આ દુર્ઘટનામાં દાદા-દાદી, માતા-પિતા અને બાળકના મોત નીપજ્યા છે.