શૈક્ષણિક સંસ્થાઓમાં RSSના લોકો, પેપર લીક નહીં થંભે: સંજય રાઉત
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારે લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ કર્યું. આ પગલું નીટ પેપર લીક વિરુદ્ધ ઘણાં દિવસો ચાલેલાલ છાત્રોના વિરોધ પ્રદર્શન બાદ ઉઠાવાયું છે. શૂન્યકાળ દરમિયાન ગૃહમાં વિપક્ષી સાંસદોના હંગામા વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોક પરીક્ષા (અનુચિત સાધન નિવારણ) સંશોધન વિધેયક - 2026 રજૂ કર્યો.
કેન્દ્ર સરકારે લોકસભામાં એન્ટી પેપર લીક સંશોધન બિલ રજૂ કર્યું છે. હવે તેને લઈને શિવસેના(યુબીટી)ના સાંસદ સંજય રાઉતે એનડીએ સરકારને ઘેરી છે.
તેમણે સવાલ ઉઠાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકો માટે ક્યું બિલ લઈને આવશે. પેપર લીકને રોકવા માટે જે નવું બિલ લવાઈ રહ્યું છે તેમાં નવી વાત શું છે?પહેલા એખ વર્ષની સજા હતી હવે દશ વર્ષની સજા કરી દેવાઈ. પહેલા 1 કરોડનો દંડ હતો, હવે 10 કરોડ કરી દેવાયો. આ વાતો છે.
રાઉતે સવાલ ઉઠાવ્યો કે શું આ દેશમાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ કાયદાથી દેશ ચલાવે છે? શું સુપ્રીમ કોર્ટ કાયદાને માને છે? ચૂંટણી પંચ કાયદાને માને છે? સંપૂર્ણપણે બેઈમાન પદ્ધતિથી દેશ ચાલી રહ્યો છે. આ કાયદાનું રાજ નથી. નવો કાયદો બનાવીને શું કરશો?
શિવસેના-યુબીટીના નેતાએ પક્ષાંતર વિરોધી કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે દેશમાં એન્ટી-ડિફેક્શન લૉ છે. તેમ છતાં પણ સાંસદ-ધારાસભ્યોને તોડવામાં આવે છે. પાર્ટીઓને તોડવામાં આવે છે. ગેરકાયદેસર રીતે પાર્ટીોને તોડાઈ રહી છે. પેપર લીક રોકવા માટે કેટલાય કઠોર કાયદાઓ બનાવો. મોદીજીની સરકારમાં આરએસએસના લોકો જે શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠેલા છે, તેઓ પેપર લીકને રોકી શકતા નથી.
મહત્ત્વપૂર્ણ છે કે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારે લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ કર્યું. આ પગલું નીટ પેપર લીક વિરુદ્ધ ઘણાં દિવસો ચાલેલા છાત્રોના વિરોધ પ્રદર્શન બાદ ઉઠાવાયું છે.
શૂન્યકાળ દરમિયાન ગૃહમાં વિપક્ષી સાંસદોના હંગામા વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોક પરીક્ષા (અનુચિત સાધન નિવારણ) સંશોધન વિધેયક - 2026 રજૂ કર્યો.
વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચારને કારણે ગૃહને 5 વાગ્યા સુધી સ્થગિત કરવું પડયું છે. વિપક્ષી સાંસદ દિલ્હીમાં 20 જુલાઈએ દેખાવકાર છાચ્રો પર પોલીસ કાર્યવાહી મામલે જવાબદેહી નક્કી કરવા અને ગૃહ મંત્રી અમિત શાહનો જવાબ માંગતા હંગામો કરી રહ્યા હતા.