LIC હાઉસિંગ ફાયનાન્સની ફરિયાદ પર CBIની કાર્યવાહી, સુભાષચંદ્રા સહીત 3 કંપનીના નિદેશકો પર FIR
એનસીએલટીના નિર્ણય બાદ નોંધવામાં આવેલી ફરિયાદમાં સુભાષ ચંદ્રા અને એસેલ ગ્રુપની ત્રણ કંપનીઓ, તેના નિદેશકો પર 1322 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવાયો છે
22 હજાર કરોડથી વધુની દેણદારી માત્ર સાડા છ કરોડ રૂપિયામાં સમાપ્ત કરવાના મામલે ચર્ચામાં આવેલા એસેલ ગ્રુપના માલિક સુભાષ ચંદ્રા વિરુદ્ધ સીબીઆઈએ ગાળિયો કસ્યો છે. એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સની ફરિયાદ પર સીબીઆઈએ સુભાષચંદ્રા અને એસેલ ગ્રુપની કંપનીઓની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી લીધી છે.
એનસીએલટીના નિર્ણય બાદ નોંધવામાં આવેલી ફરિયાદમાં સુભાષ ચંદ્રા અને એસેલ ગ્રુપની ત્રણ કંપનીઓ, તેના નિદેશકો પર 1322 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવાયો છે. એફઆઈઆરમાં અજાણ્યા સરકારી અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં સુભાષ ચંદ્રાના વિદેશ ભાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં એફઆઈઆર નોંધવાની જરૂરત જણાવતા કહેવામાં આવ્યું છે કે આરોપિત ઘણીવાર જાહેરમાં ભારત છોડવાની મનસા દર્શાવી ચુક્યા છે. માટે સીબીઆઈ ઝડપથી આખા મામલામાં લોનની રકમના અસલી લાભાર્થી અને તેમા સામેલ આરોપિતો વિરુદ્ધ પુરાવા એકઠા કરવાની કારય્વાહી કરે. એફઆઈઆર સીબીઆઈના દિલ્હી મુખ્યમથકમાં આવેલા બેંકિંગ એન્ડ સિક્યુરિટી ફ્રોડ ડિવિઝનમાં નોંધવામાં આવી છે.
27 ઓગસ્ટના એનસીએલટીના નિર્ણયના ચાર દિવસ બાદ 31 ઓગસ્ટે એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સે ફરિયાદ કરી અને સીબીઆઈએ તે દિવસે એફઆઈઆર નોંધી લીધી. માનવામાં આવે છે કે જલ્દી આ મામલામાં સુભાષ ચંદ્રા સહીતના આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવશે.
એલઆઈ,સી હાઉસિંગ ફાયનાન્સની ફરિયાદ મુજબ,500 કરોડ અને 480 કરોડ લોનની સુવિધા માટે સુભાષ ચંદ્રાની વ્યક્તિગત ગેરેન્ટી હતી. આના સંદર્ભે જમા કરાવાવમાં આવેલા નેટવર્થ સર્ટિફિકેટમાં તેમની નેટવર્થ લગભગ 59113 કરોડ દેખાડવામાં આવી હતી. જ્યારે બીજામાં 409,562 કરોડ રૂપિયા દેખાડવામાં આવી હતી. પરંતુ બાદમાં વ્યક્તિગત દેવાળિયાપણાની કાર્યવાહી દરમિયાન સુભાષચંદ્રાએ આ નેટવર્થ હોવાનો ઈન્કાર કર્યો અને 2024માં માત્ર 31.79 કરોડની નેટવર્થ દેખાડી.
લોનના મંજૂર કરવા અને વિતરીત કરવા માટે પ્રેરીત કરવા માટે પહેલાના સર્ટિફિકેટ જમા કરાવવામાં આવ્યા હતા. આ ફરિયાદના આધારે નોંધવામાં આવેલા મામલામાં સીબીઆઈએ સુભાષ ચંદ્રા પર હાજરો કરોડની નેટવર્થ દેખાડવા માટે ખોટા દસ્તાવેજો લગાવવા અને લોનની મંજૂરીમાં એલઆઆઈસી હાઉસિંગ ફાયનાન્સના તત્કાલિન અધિકારીઓની મિલીભગની આશંકા વ્યક્ત કરી છે. આખરે લગભગ 1000 કરોની લોન નકલી દસ્તાવેજોના આધારે કેવી રીતે જાહેર કરવામાં આવી.
એફઆઈઆરમાં સુભાષચંદ્રાની સાથે જ વસંત સાગર પ્રોપર્ટીઝ લિમિટેડ અને તેના નિદેશક પંકજ સુરોલિયા, પેન ઈન્ડિયા ઈન્ફ્રાપ્રોજેક્ટ લિમિટેડ, ડિજિટલ સબ્સક્રાબર મેનેજમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ અને તેના નિદેશક અમિશ પંડયા સ્પિરીટ ઈન્ફ્રાપાવર એન્ડ મલ્ટીવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને તેના નિદેશક રાજીવ ધોળકિયા અને અજ્ઞાત લોકસેવોક સહીત અન્યને નામજદ કરવામાં આવ્યા છે.
એક પખવાડિયા પહેલા સુભાષ ચંદ્રાને 22006 કરોડ (ગેરેન્ટી સહીત અન્ય મામલાઓમાં )ની લોનના બદલામાં 6.5 કરોડ રૂપિયામાં દેવાળિયા મામલો સેટલ કરી દીધો હતો. વિવાદ વધતા પાંચ સદસ્યની એનસીએલટીએ આ નિર્ણય પર રોક લગાવી હતી. જો કે ચંદ્રા તરફથી એ સ્પષ્ટીકરણ અપાયું હતું કે આના સિવાય અન્ય દેણદારો પર લગભગ 15 હજાર કરોડની દેણદારી યથાવત હતી.