નકલી સૂર્ય બનાવવાની નજીક પહોંચ્યું ચીન, વિશ્વના સૌથી મોટા ચુંબકનું કર્યું સફળ ટેસ્ટિંગ
કૃત્રિમ સૂર્ય એક ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર છે. જે એ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે જેને સૂર્યમાં વિશાળ ઊર્જા ઉત્પન્ન કરે છે. તે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પર હાઈડ્રોજન પરમાણુઓને જોડે છે. આ પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઈડ પેદા થયા વગર મોટા પ્રમાણમાં ઊર્જા ઉત્સર્જિત કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભવિષ્યમાં આ તકનીક અમર્યાદીત ઊર્જાનો સ્ત્રોત સાબિત થશે.
ચીન ધરતી પર આર્ટિફિશિયલ સૂર્ય બનાવવાની નજીક પહોંચ્યું છે. તેણે ન્યૂક્લિયર ફ્યૂઝન દ્વારા સ્વચ્છ અને અસીમિત ઊર્જા પેદા કરવા માટે વિશ્વના સૌથી મોટા સુપરકન્ડક્ટિંગ ફ્યૂઝન મેગ્નેટને બનાવીને તેનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સિદ્ધિ 2030 સુધી ફ્યૂઝન પાવરથી વીજળી પેદા કરવાની ચીનની મહત્ત્વકાંક્ષી યોજનામાં એક મહત્ત્વનો પડાવ છે. તેની સાથે જ ચીન કાર્બન-મુક્ત ઊર્જાના સૌથી મોટા સ્ત્રોતને પ્રાપ્ત કરવાની કોશિશ કરનારા અગ્રણી દેશોમાં સામેલ થઈ ગયું છે.
આ સુપરકન્ડક્ટિંગ મેગ્નેટ ચાઈનીઝ એકેએમડી ઓફ સાયન્સિસ હેઠળ ઈસ્ટીટ્યૂટ ઓફ પ્લાઝ્મા ફિઝિક્સે વિકસિત કર્યું છે. તે ડી અક્ષરના આકારનો એક વિશાળ ઢાંચો છે, જે 21 મીટર લાંબો અને 12 મીટર પહોળો છે. આ વિશાળકાય માળખાનું વજન 582 ટન છે.
કૃત્રિમ સૂર્ય એક ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર છે. જે એ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે જેને સૂર્યમાં વિશાળ ઊર્જા ઉત્પન્ન કરે છે. તે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પર હાઈડ્રોજન પરમાણુઓને જોડે છે. આ પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઈડ પેદા થયા વગર મોટા પ્રમાણમાં ઊર્જા ઉત્સર્જિત કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભવિષ્યમાં આ તકનીક અમર્યાદીત ઊર્જાનો સ્ત્રોત સાબિત થશે.
વિશાળ મેગ્નેટ સાથે જ ચીની સંશોધકોએ હાઈ-ટેમ્પરેચર સુપરકન્ડક્ટિંગ સેન્ટ્રલ સોલેનોઈડ કોઈનનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. આ ફ્યૂઝન રિએક્ટરનું દિલ કહેવામાં આવે છે. આ ગાડીઓના એન્જિનમાં સ્પાર્ક પ્લગની જેમ કામ કરે છે. ફ્યૂઝન રિએક્ટરમાં આ હિસ્સો રિએક્શન માટે જરૂરી પ્લાઝમાને શરૂ કરવા અને બનાવી રાખવામાં મદદ કરે છે.
સંશોધકોનું કહેવું છે કે આ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું સુપરકંડક્ટિંગ ફ્યૂઝન રિએક્ટર મેગ્નેટ છે. તેનું વોલ્યૂમ ઈન્ટરનેશનલ થર્મોન્યૂક્લિયર એક્સપેરિમેન્ટર રિએક્ટર (ITER)માટે બનાવવામાં આવેલા આ પ્રકારના મેગ્નેટથી 1.3 ગણું મોટું છે. તેમાં સ્ટોર થનારી ઊર્જા પણ ત્રણ ગણી વધારે છે. ITER ને દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો ફ્યૂઝન પ્રોજેક્ટ કહેવામાં આવે છે.
આ મેગ્નેટ એક ઘણું શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, જે પ્લાઝમાને રિએક્ટરની અંદર જ રોકીને રાખે છે અને તેને દીવાલને સ્પર્શ કરવાથી રોકે છે. આ પ્લાઝમા 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ ગેસ હોય છે. ચીનનું કહેવું છે કે આ ટેક્નોલોજીને સંપૂર્ણપણે ઘરેલુ મટિરિયલ અને ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ પ્રકારે ફ્યૂઝન માટે બીજિંગની વિદેશી સપ્લાયર્સ પર નિર્ભરતા સમાપ્ત થઈ ગઈ છે.