"મેલોની સમજીને તો ન હતો પકડયો ને?":PM મોદી-મેલોની પર રાહુલ ગાંધી-સંદીપ દિક્ષિતની નિમ્ન સ્તરની ટીપ્પણી
રાહુલ ગાંધીએ પોતાના અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની હાલની વિદેશ નીતિની મજાક ઉડાવી હતી.
નવી દિલ્હી ખાતે આયોજીત રચનાત્મક કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સંદીપ દિક્ષિતે વડાપ્રધાન નરેન્દ્રમોદી અને ઈટાલીના વડાંપ્રધાન જોર્જિયા મેલોનીને લઈને બેહદ વાંધાજનક ટીપ્પણીઓ કરી છે. અધિવેશનમાં બોલતા રાહુલ ગાંધીએ પોતાના અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની હાલની વિદેશ નીતિની મજાક ઉડાવી હતી.
અચાનક રાહુલ ગાંધી કેટલાક વધુ નાટકીય અંદાજમાં આવ્યા અને મંચ પર હાજર સંદીપ દિક્ષિતને અવાજ લગાવ્યો અને પોતાના હાથ ફેલાવ્યા તેમને ગળે મળવાનો ઈશારો કર્યો. જેવા દીક્ષિત પાછળ વળ્યા, રાહુલ ગાંધી ઝડપથી આગળ વધ્યા અને તેમને એક વિચિત્ર રીતે ગળે લગાવ્યા.
રાહુલ ગાંધી આવું કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરવાની કોશિશ કરી રહ્યા હતા, જેવું કે વિદેશ યાત્રાઓ દરમિયાન અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ને ભેંટીને તેમનું સ્વાગત કરે છે.
રાહુલ ગાંધીની આ હરકત જોઈને દર્શકો હસવા લાગે છે. તેના પછી રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાડતા કહે છે કે તેમના માટે વિદેશ નીતિનો અર્થ જ લોકોને ગળે લગાવવાનો છે. આ દરમિયાન સંદીપ દિક્ષિત વચ્ચે ટાપસી પુરાવીને ભદ્દી અને સેક્સિસ્ટ ટીપ્પણી કરતા કહે છે કે મને મેલોની સમજીને પકડયો ન હતો ને? આ વાંધાજનક ટીપ્પણી બાદ રાહુલ ગાંધી અને સંદીપ દિક્ષિત બંને જોરજોરથી હસવા લાગ્યા.
કોંગ્રેસના નેતાઓએ ભારત અને ઈટાલી વચ્ચેના ઉષ્મા ભરેલા મૈત્રીપૂર્ણ સંબંધોની મજાક આ છીછરી અને સેક્સિસ્ટ કોમેન્ટથી કરી છે. ઈટાલીના વડાંપ્રધાન મેલોની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વાટાઘાટો માટે મુલાકાત કરતા હોય છે, તેની મજાક ઉડાવીને બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની પણ ગરિમા જાળવી નથી.