રાહુલ ગાંધીની જીદ સામે ઝુકી દિલ્હી પોલીસ, પેલેટ ગન કેસમાં FIR નોંધી
વરિષ્ઠ પોલીસ અધિકારી મુજબ, દિલ્હી પોલીસે 20 જુલાઈએ જંતર-મંતર પર થયેલા દેખાવો દરમિયાન કથિતપણે પેલેટ ગનના ઉપયોગના મામલામાં એફઆઈઆર નોંધી છે
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની જીદ બાદ દિલ્હી પોલીસે આખરે પેલેટ ગન કેસ મામસામાં સાહિલ લોચબની ફરિયાદ પર એફઆઈઆર નોંધી લીધી છે. દિલ્હી પોલીસના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી મુજબ, દિલ્હી પોલીસે 20 જુલાઈએ જંતર-મંતર પર થયેલા દેખાવો દરમિયાન કથિતપણે પેલેટ ગનના ઉપયોગના મામલામાં એફઆઈઆર નોંધી છે. આ મામલામાં કોઈને પણ નામજદ કરવામાં આવ્યા નથી. એટલે કે અજ્ઞાત સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
આના પહેલા રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પર ધરણાં પર બેઠા હતા. તેમની માગણી હતી કે જ્યાં સુધી સાહિલ નામના છાત્ર પર થયેલા પેલેટ ગનના ઉપયોગ મામલે એફઆઈઆર નોંધવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં.
તેમનું કહેવું છે કે 20 જુલાઈએ કનોટ પ્લેસમાં છાત્રો પર પેલેટ ગનનો ઉપયોગ થયો અને તેમની પાસે નક્કર પુરાવા છે. માટે આ મામલામાં એફઆઈઆર નોંધીને દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ.