અમદાવાદમાં ચાલતી ટ્રેનમાંથી લટકેલા પ્રવાસી માટે દેવદૂત બન્યો રેલવેકર્મી, જીવ બચાવ્યો
ચાલુ ટ્રેન પર ચઢવું એક મોટું જોખમ છે અને તેમાં ઘણાંના જીવ જવા કે ગંભીર ઈજાઓ થવાની ઘટનાઓ બનતી હોય છે. તેથી આવી ઉતાવળ જીવલેણ ન નીવડે તેના માટે ટ્રેનના ઉપડવાના સમય પહેલા પ્લેટફોર્મ પર પહોંચી જવું જ વધારે હિતાવહ છે
અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેન પકડવા માટે ચઢેલા એક પ્રવાસીનો રેલવેકર્મીએ પોતાની સુઝબુઝથી જીવ બચાવ્યો છે.
જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પરથી ચાલવા લાગી હતી. તેણે જ્યારે ગતિ પકડી જ હતી, કે છેલ્લેછેલ્લે મોડું થતાં ટ્રેનને પકડવા માટે કેટલાક પ્રવાસીઓ ચાલુ ટ્રેનમાં ચઢતા જોવા મળ્યા હતા. એક આધેડ પણ ચાલુ ટ્રેન પકડવાની કોશિશ કરી રહ્યા હતા.
તેમણે એક દરવાજાથી ટ્રેનમાં દાખલ થવાની કોશિશ કરી. પણ તેમનું સંતુલન બગડતા તેઓ કોચની સીડી પાસે લટકી ગયા.
આ દ્રશ્ય જોઈને લાગ્યું કે વ્યક્તિને જીવનું જોખમ છે. ત્યારે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેક્નીશિયન તરીકે ફરજ બજાવતા મહેશ પરમાર નામના રેલવેકર્મીએ આ પ્રવાસીનો જીવ બચાવ્યો હતો.
જો કે ચાલુ ટ્રેન પર ચઢવું એક મોટું જોખમ છે અને તેમાં ઘણાંના જીવ જવા કે ગંભીર ઈજાઓ થવાની ઘટનાઓ બનતી હોય છે. કોઈ જ કામ જીંદગીથી વધારે કિંમતી નથી હોતું. તેથી આવી ઉતાવળ જીવલેણ ન નીવડે તેના માટે ટ્રેનના ઉપડવાના સમય પહેલા પ્લેટફોર્મ પર પહોંચી જવું જ વધારે હિતાવહ છે.