3 માંગો પર મંત્રીઓ સાથે સંમતિ સધાઈ, અનશન તોડયા પછી સોનમ વાંગચુકે બીજો વીડિયો જાહેર કર્યો
વાંગચુકે લડાખની એપેક્સ બોડીના એ તમામ નેતાઓને ધન્યવાદ કર્યો જે લડાખથી દિલ્હી આવ્યા. તેમણે આ તમામ સાંસદોનો પણ આભાર વ્યક્ત કર્યો જે તેમને મળવા માટે આવ્યા હતા. તેમણે કહ્યુ કે 26 દિવસ બાદ તેમણે પહેલીવાર કંઈક ખાધુ છે અને આ સ્વાદ ખુબ સારો લાગી રહ્યો છે, પરંતુ ભૂખનો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો.
એક્ટિવિસ્ટ સોનમન વાંગચુકે 26 દિવસની ભૂખ હડતાળ આજે સમાપ્ત કરી છે. તેમણે કહ્યુ છે કે સરકાર તરફથી લેખિત ભરોસો મળ્યા બાદ તેમણે આ નિર્ણય કર્યો છે. રાત્રે લગભગ સાડા અઘિયાર વાગ્યે કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્રસિંહ તેમને મળવા માટે પહોંચ્યા હતા. આ સિવાય લડાખની એપેક્સ બોડનીના મોટા નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા.

પહેલા જુદાંજુદાં રાજકીય દળોના લગભગ 65 સાંસદો તેમને મળવા માટે પહોંચ્યા હતા. આ સાંસદોએ હસ્તાક્ષર કરીને વાંગચુકને અનશન સમાપ્ત કરવા વિનંતી કરી હતી. તેની સાથે ભરોસો આપ્યો કે સંસદમાં નીટ પેપર લીક અને પરીક્ષા પ્રણાલીના મુદ્દા પર ચર્ચા થશે. સરકાર તરફથી આવેલા મંત્રીઓએ પણ આ ભરોસો આપ્યો હતો.
વાંગચુકે જણાવ્યુ કે ગત બે દિવસથી સરકાર સાથે આ વાતને લઈને કડક વાટાઘાટો ચાલી રહી હતી. તેમની માગણી હતી કે તેમને ભરોસો લેખિત સ્વરૂપે જોઈએ. તેના કારણે નિર્ણય થવામાં બે દિવસનો સમય લાગ્યો અને તેમણે વધુ બે દિવસ ભૂખ હડતાળ કરી. તેમણે કહ્યુ કે જરૂરત પડશે તો તેઓ વધુ દિવસ આના માટે તૈયાર હતા. આખરે આજે સરકારે લેખિત ભરોસો આપ્યો છે.
સરકારે લેખિત આશ્વાસનમાં ત્રણ મોટી વાતો કહી છે. પહેલું, જંતરમંતર પર શાંતિપૂર્ણ દેખાવો કરનારાઓ અને 20 જુલાઈએ સંસદ માર્ચમાં સામેલ લોકો વિરુદ્ધ કોઈ મામલો નોંધવામાં નહીં આવે. બીજું, સંસદમાં પેપરલીક રોકવા અને પરીક્ષા પ્રણાલીને સુધારવા માટે ચર્ચા થશે જેથી આનો કાયમી ઉકેલ નીકળી શકે. ત્રીજું, હાલમાં નીટ પેપર લીકને કારણે જે છાત્રોએ આપઘાત કર્યા હતા, તેમના પરિવારોને યોગ્ય વળતર આપવા પર સરકાર સકારાત્મક રીતે વિચારણા કરી રહી છે.
વાંગચુકે લડાખની એપેક્સ બોડીના એ તમામ નેતાઓને ધન્યવાદ કર્યો જે લડાખથી દિલ્હી આવ્યા. તેમણે આ તમામ સાંસદોનો પણ આભાર વ્યક્ત કર્યો જે તેમને મળવા માટે આવ્યા હતા. તેમણે કહ્યુ કે 26 દિવસ બાદ તેમણે પહેલીવાર કંઈક ખાધુ છે અને આ સ્વાદ ખુબ સારો લાગી રહ્યો છે, પરંતુ ભૂખનો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો.