સડક પર ઉતરેલી સીધી લોકશાહીની જીત: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નીટ વિવાદ અને દેશભરના છાત્ર આંદોલન વચ્ચે આવ્યું છે. તેવામાં સોનમ વાંગચુકનું આ નિવેદન આંદોલનના ટેકાદારો માટે મહત્ત્વનું મનાઈ રહ્યું છે, કારણ કે તે શરૂઆતથી જ જવાબદેહી સાથેસાથે શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારની માંગ ઉઠાવતા રહે છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચુકે પ્રતિક્રિયા આપતા આને લોકશાહીની મોટી જીત ગણાવી છે. તેમણે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યુ છે કે આ નિર્ણ શાંતિપૂર્ણ જનઆંદોલન અને દેશભરના યુવાઓની ધીરજનું પરિણામ છે.
વાંગચુકે લખ્યું છે કે આ લોકશાહીની જીત છે. આ સીધી સડકોથી નીકળેલી સીધી લોકશાહીની જીત છે. આ શાંતિ, ધૈર્ય અને સતત સંઘર્ષની પણ જીત છે. તેમણે કહ્યુ છેકે લોકશાહીમાં જનતાનો અવાજ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે અને જ્યારે લોકો શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરે છે, તો તેની અસર જોવા મળે છે.
વાંગચુકે સીજેપી અને દેશભરના જેન-ઝી છાત્રોને અભિનંદન આપતા કહ્યુ છે કે તેમણે સતત પોતાના અધિકારો અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગણીને મજબૂતાઈથી ઉઠાવી. તેની સાથે જ તેમણે દેશભરના એ નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે ડર્યા વગર આંદોલનનું સમર્થન કર્યું અને પોતાનો અવાજ બુલંદ કર્યો.

તેમણે પોતાના સંદેશના આખરમાં લખ્યું કે હવે જવાબદેહીથી આગળ વધીને સુધારા તરફ વધવાનો સમય છે. એટલે કે તેમના પ્રમાણે , શિક્ષણ મંત્રીનું રાજીનામું માત્ર પહેલું પગલું છે. હવે સરકારે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શકતા વધારવા, પેપર લીક રોકવા અને છાત્રોના ભરોસોના બહાલ કરવા માટે નક્કર સુધારા લાગુ કરવા પડશે.
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નીટ વિવાદ અને દેશભરના છાત્ર આંદોલન વચ્ચે આવ્યું છે. તેવામાં સોનમ વાંગચુકનું આ નિવેદન આંદોલનના ટેકાદારો માટે મહત્ત્વનું મનાઈ રહ્યું છે, કારણ કે તે શરૂઆતથી જ જવાબદેહી સાથેસાથે શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારની માંગ ઉઠાવતા રહે છે.