સત્યનિકેતન દુર્ઘટનામાં માત્ર PG માલિક નહીં, MCD-DU પણ જવાબદાર : દિલ્હી HCએ માંગ્યો જવાબ
દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કરિયાની ડિવિઝન બેન્ચે મામલાની સુનાવણી કરતા કહ્યું છે કે આ ઘટના માત્ર દુર્ભાગ્યપૂર્ણ નથી, પંરતુ તેમાં ડીયૂ અને અન્ય કોલેજોના સ્ટૂડન્ટ્સ માટે હોસ્ટેલની અછતને લઈને ગંભીર ચિંતા પેદા કરી દીધી છે.
સત્યનિકેતન દુર્ઘટના પર દિલ્હી હાઈકોર્ટે હવે કેન્દ્ર સરકાર, એમસીડી અને દિલ્હી યુનિવર્સિટીને નોટિસ જાહેર કરી છે. દિલ્હી હાઈકોર્ટે ક્હ્યું છે કે દુર્ઘટના માટે માત્ર બિલ્ડિંગ માલિક જ જવાબદારી નથી. પરંતુ એમસીડી અને દિલ્હી યુનિવર્સિટી પણ જવાબદાર છે. દિલ્હી હાઈકોર્ટે સરકાર અને અધિકારીઓને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં સાફ-સાફ જણાવવામાં આવ્યું હોય કે તેવામાં પીજીમાં કેટલા સ્ટૂડન્ટ રહે છે? દિલ્હી યુનિવર્સિટીમાંથી એ જણાવવા માટે કહેવામાં આવ્યું છે કે કેટલા સ્ટૂડન્ટ્સ એડમિશન લે છે અને કેટલાને હોસ્ટેલની સુવિધા આપવામાં આવે છે.
દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કરિયાની ડિવિઝન બેન્ચે મામલાની સુનાવણી કરતા કહ્યું છે કે આ ઘટના માત્ર દુર્ભાગ્યપૂર્ણ નથી, પંરતુ તેમાં ડીયૂ અને અન્ય કોલેજોના સ્ટૂડન્ટ્સ માટે હોસ્ટેલની અછતને લઈને ગંભીર ચિંતા પેદા કરી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે દુર્ઘટના માટે માત્ર ઈમારતના માલિક જ નહીં, પરંતુ દિલ્હી યુનિવર્સિટી અને એમસીડી પણ બરાબર જવાબદાર છે.
કોર્ટે એમસીડીને સવાલ કર્યો છે કે પીજી હોસ્ટેલના રેગ્યુલેશનને લઈને કોઈ નિયમ છે કે નહીં ? દિલ્હી હાઈકોર્ટે ડીયૂને સવાલ કર્યો છે કે બહારથી આવેલા સ્ટૂડન્ટ્સ માટે ડીયૂ અને સરકાર તરફથી કેટલી હોસ્ટેલો ઉપલબ્ધ છે ? કોર્ટે એમસીડીને કહ્યું છે કે દુર્ઘટનાવાળી બિલ્ડિંગ તમામ મંજૂરી લઈને બની હતી અથવા નહીં ? કોર્ટે એમસીડીને ક્હ્યું છે કે તે દિલ્હીમાં તમામ પીજી હોસ્ટેલ્સની ઈમારતોને લઈને રિપોર્ટ આપે, કે શું આ કાયદાકીય રીતે બનેલી છે કે નહીં? તેમાં કેટલા વિદ્યાર્થીઓ રહે છે.
દિલ્હી હાઈકોર્ટે ક્હ્યું છે કે એમસીડીની જવાબદારી બને છે કે દરેક બિલ્ડિંગનું નિર્માણ, સમારકામના નિયમો મુજબ હોય. હાઈકોર્ટે કહ્યું છે કે જો ઓથોરિટીએ જવાબદારીથી કામ કર્યું હોત, તો કદાચ આ દુર્ઘટના જ ન થાત. દિલ્હીમાં સત્યનિકેતનમાં દુર્ઘટનાને લઈને દિલ્હી હાઈકોર્ટે એમસીડી અને દિલ્હી યુનિવર્સિટીનો જવાબ માંગ્યો. કોર્ટે તમામ સંબંધિત વિભાગોને 10 દિવસમાં એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું.
કોર્ટે કહ્યું છે કે સરકાર પોતાની જવાબદારીથી બચી શકે નહીં. લગભગ 50 યુવા છાત્ર, જે પોતાની જિંદગીની શરૂઆત કરવાના ઉંબરે છે, આ દુર્ઘટનાનો ભોગ બન્યા તેમાંથી હજીપણ કેટલાક વિદ્યાર્થીઓ કાટમાળની નીચે હોઈ શકે છે. આનાથી વધારે દુખદ બીજું કંઈ હોઈ શકે નહીં. કોર્ટે કહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં દર બીજા વર્ષે આવી દુર્ઘટના થાય છે. કોર્ટે દિલ્હી સરકારને એ પણ પુછયું છે કે તે આ સમસ્યાને રોકવા માટે શું કરી રહી છે.
દિલ્હી હાઈકોર્ટે સરકારને સત્ય નિકેતનમાં પડી ગયેલી ઈમારતમાં છાત્રોને બચાવવાની કોશિશોને વધુ ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર સરકાર, એમ સીડી અને દિલ્હી પોલીસ તરફથી રજૂ થયા અને બેન્ચને ભરોસો આપ્યો કે તમામ સંભવ ઉપાય કરાઈ રહ્યા છે અને બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને એ પણ કહ્યું કે તે માતાપિતાના દુખ-દર્ધનો માત્ર અંદાજો જ લગાવી શકે છે. તેમણે આગળ કહ્યુ કે સોશયલ મીડિયા પર એવા વીડિયો શેયર કરાઈ રહ્યા છે કે જેમાં લોકોને ઘાયલ અથવા કાટમાળમાં ફસાયેલા દેખાડાય રહ્યા છે. તુષાર મહેતાએ કહ્યુ કે મોત અથવા કોઈ દુખદ ઘટનાને સનસનાટીપૂર્ણ બનાવી શકાય નહીં. તેમણે કોર્ટને આવા સંવેદનશીલ વીડિયો શેયર કરવા પર રોક લગાવવાના નિર્દેશ જાહેર કરવાનો અનુરોધ કર્યો. કોર્ટે કહ્યું કે તે આ મામલા પર વિચારણા કરશે.