અમિત શાહને હટાવે PM મોદી, રાહુલ ગાંધીએ કહ્યુ-BJP,RSS ની માફી નહીં માંગુ
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદીને અમારી સલાહ છે કે અમિત શાહને બરખાસ્ત કરે અને વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીની સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા તપાસ કરાવે.
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જંતરમંતર પર છાત્રોના વિરોધ પ્રદર્શનના મુદ્દા પર બુધવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને દેખાવકારો પર બળપ્રયોગના મામલે મોદી સરકારને નિશાને લીધી હતી. તેમણે આના માટે ગૃહ મંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવીને પીએમ મોદી તેમને મંત્રીમંડળમાંથી હટાવે તેવી માગણી પણ કરી છે.
રાહુલ ગાંધીએ બુધવારે કહ્યુ કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જવાબદાર છે અને તેમને પદ પરથી બરખાસ્ત કરવા જોઈએ.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદીને અમારી સલાહ છે કે અમિત શાહને બરખાસ્ત કરે અને વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીની સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા તપાસ કરાવે.
તેમણે કહ્યુ છે કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે બર્બરતા કરવામાં આવી, તેમના પર પેલેટ ગન ચલાવાઈ, જે લોકોએ પેલેટ ગન ચલાવી તેઓ ગૃહ મંત્રી અમિત શાહને આધિન કામ કરે છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે મને ખુદ લોકસભામાં બોલવા દેવાતો નથી. મેં ઘણીવાર અધ્યક્ષને ગૃહમાં વ્યવસ્થા બનાવી રાખવાનો અનુરોધ કર્યો, જેથી હું બોલી શકું, પરંતુ મને બોલવા દેવાયો નથી. બહાનું એ હતું કે મેં અમિત શાહ સંદર્ભે કંઈક કહ્યુ હતુ કે તે આ બર્બરતા માટે જવાબદાર હતા. મને આશ્વાસન આપવામાં આવ્યું કે જો હું માફી માંગી લઈશ તો મને બોલવા દેવામાં આવશે. હું ભાજપ, આરએસએસ, અથવા તેની સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિની ક્યારેય માફી નહીં માંગું.
રાહુલ ગાંધીએ કહ્યુ કે મારો મુદ્દો એ છે કે દિલ્હીની સડકો પર આપણા છાત્રો, ખુલ્લા વિચારના લોકો, સવાલ પુછનારાઓ સાથે ક્રૂરતા થઈ. તેમના પર પેલેટ ગનથી ગોળીઓ ચલાવાઈ. મે મેડિકલ સર્ટિફિકેટ, એમ્સના મેડિકલ સર્ટિફિકેટ જોયા છે. અમે એ સુનિશ્ચિત કરીશું કે જે છાત્રોની પિટાઈ થઈ છે, તેમને ન્યાય મળે અને જે લોકોએ આપણા લોકો પર પેલેટ ગનથી ગોળીઓ ચલાવી છે, તેમને સજા મળે.
કોંગ્રેસના નેતાએ કહ્યુ કે અમે તમામ વીડિયો અને તસ્વીરો એકત્રિત કરી લીધી છે અને અમે આ પોલીસ અધિકારીઓને જાણીએ છીએ કે જેમણે આ કર્યું છે. તમે જોઈ શકો છો કે એક પોલીસ અધિકારી એક સગીરને થપ્પડ મારી રહ્યો છે. આપણા છાત્રો સાથે આવી ક્રૂરતા એક મૂળભૂત મુદ્દો છે. બજરંગદળને તેમની વિરુદ્ધ એકજૂટ કરાઈ રહ્યું છે. જેથી તેમને ડરાવી શકાય અને તે ફરીથી આ પ્રકારની હરકત કરે નહીં.
મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહના ગૃહમાં ઉપસ્થિત નહીં રહેવાનો ઉલ્લેખ કરતા સવાલ કર્યો કે દેખાવકારો છાત્રો પર પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો. તેમણે સીધું નામ લઈને આના માટે ગૃહ મંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવ્યા છે, જેના પછી સત્તા પક્ષના લોકોએ હંગામો શરૂ કર્યો હતો.