બારડોલીમાં દીપડાએ મકાનની ઓસરીમાં શ્વાનને ગળેથી પકડયો, પરિવારની હિંમતે શ્વાનને બચાવ્યો
દીપડાંથી બચવા માટે શ્વાનનો ભસવાનો અવાજ સાંભળીને પરિવારના લોકો બહાર આવીને હિંમતથી પડકાર ફેંકે છે. જેને કારણે દીપડો શ્વાનને મૂકીને ભાગી જાય છે. આ ખોફનાક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ફફડાટ છે.
અમદાવાદના ઘુમામાં બે વાર અને ઝુંડાલ સર્કલ પર એકવાર દીપડાંના આટાંફેરાના સીસીટીવી ફૂટેજ કે વાઈરલ ફોટોગ્રાફ સામે આવ્યા બાદ ગુજરાતમાં અન્ય ઠેકાણે પણ દીપડાંની આવન-જાવને લોકોમાં ફફડાટ વધાર્યો છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભેંસુડલા ગામમાં નિશાળ ફળિયાના સીસીટીવી ફૂટેજમાં દીપડા દ્વારા શ્વાન પર હુમલો કરાયાના ફૂટેજ સામે આવ્યા છે.
બારડોલીના નિશાળ ફળિયામાં રહેતા દીપ હિતેશ ચૌધરીના મકાનની ઓસારીમાં 21 જુલાઈ, 2026ના રોજ રાત્રે 1.22 વાગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજમાં એક દીપડો અચાનક ધસી આવતો દેખાય છે અને તે શ્વાનને ગળેથી દબોચી લેતો જોવા મળે છે.
દીપડાંથી બચવા માટે શ્વાનનો ભસવાનો અવાજ સાંભળીને પરિવારના લોકો બહાર આવીને હિંમતથી પડકાર ફેંકે છે. જેને કારણે દીપડો શ્વાનને મૂકીને ભાગી જાય છે. આ ખોફનાક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ફફડાટ છે.
સ્થાનિકો દ્વારા વન વિભાગ પાસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને દીપડાને પકડવા માટે પાંજરા મૂકવાની માગણી પણ કરવામાં આવી છે