ધોરાજી નગરપાલિકા ટીમની ક્રૂરતા!,10ને કરડનારા પાગલ કૂતરાંને રસ્તા વચ્ચે માર મારી મોતને ઘાટ ઉતાર્યું
લોકોનું કેહવું છે કે આ પ્રકારની ઘટના રોકવા માટે પ્રશાસને સમયસર કાર્યવાહી કરવી જોઈએ. નગરપાલિકાની ટીમ દ્વારા કૂતરાને સડક પર માર મારવાની કાર્યવાહી પર સવાલ ઉભા થઈ રહ્યા છે
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં એક પાગલ કૂતરાંએ લોકોમાં દહેશત ફેલાવી હતી. આ કૂતરું સડક એક પછી એક ઘણાં લોકોને પોતાનો શિકાર બનાવતું હતું. સ્થાનિક લોકોએ કહ્યુ કે તે 10થી વધુ લોકોને કરડી ચુક્યું હતું. તેના પછી આ વિસ્તારમાં આ પાગલ કૂતરાંની દહેશત હતી. લોકોએ આની પ્રશાસને જાણકારી આપી હતી. કૂતરાના હુમલામાં ઘાયલ લોકોને સ્થાનિકો અને તેમના પરિવારજનોની મદદથી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના અધીક્ષક જયેશ વસેટિયને કહ્યુ કે હોસ્પિટલમાં લગભગ 8 ડૉગ બાઈટના દર્દી પહોંચ્યા છે. તમામ દર્દીઓને એન્ટી-રેબીઝ વેક્સિન અને એન્ટી-રેબીઝ ઈન્જેક્શન આપીને તેમની સારવાર કરવામાં આવી. આ ઘટનાની જાણકારી સ્થાનિક લોકોએ ધોરાજી નગરપાલિકાને આપી.
માહિતી મળ્યા બાદ નગરપાલિકાની ટીમ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પાગલ કૂતરાંને પકડવાની કામગીરી શરૂ કરી. જો કે નગરપાલિકાની ટીમે આ પાગલ કૂતરાને પકડીને યૂથેનેસિયા આપવાના સ્થાને સડક પર જ લોખંડના પાઈપથી માર-મારીને મોતને ઘાટ ઉતારી દીધો.
લોકોએ માગણી કરી હતી કે પાગલ કૂતરાને તાત્કાલિક પકડીને કાર્યવાહી કરવામમાં આવે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ થાય નહીં. કૂતરાના હુમલાનો ભોગ બનેલા પારસ ગજેરાએ કહ્યુ કે જૂનાગઢ રોડ પર તેમનું ગોડાઉન છે. તેઓ ત્યાં ઉભા હતા, ત્યારે કૂતરું પાછળથી આવ્યું અને પગમાં કરડયું. કૂતરાએ તેનના સિવાય અન્ય 6થી 7 લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યા હતા. ઘટના બાદ સ્ટેશન રોડ વિસ્તારમાં લોકોની વચ્ચે ડરનો માહોલ બની ગયો છે.
લોકોની ફરિયાદ બાદ ધોરાજી નગરપાલિકા અને ફાયર ટીમે કૂતરાને પકડવાની કાર્યવાહી શરૂ કરી. ટીમે કૂતરાની ઓળખ કર્યા બાદ તેને સડક પર જ લોખંડની પાઈપથી માર મારીને મોતને ઘાટ ઉતારી દીધું. લોકોનું કેહવું છે કે આ પ્રકારની ઘટના રોકવા માટે પ્રશાસને સમયસર કાર્યવાહી કરવી જોઈએ. નગરપાલિકાની ટીમ દ્વારા કૂતરાને સડક પર માર મારવાની કાર્યવાહી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.