જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આંટાફેરા મારતો દીપડો દેખાયો- જુઓ Video
દીપડાને પકડવા માટે ઉપરકોટમાં પાંજરા મૂકવામાં આવ્યા છે અને આ પરિસર પ્રવાસીઓ માટે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે.
જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં દીપડો આંટાફેરા કરતો જોવા મળ્યો છે. આના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉપરકોટ કિલ્લા પરિસર છેલ્લા ત્રણ દિવસથી પ્રવાસીઓ માટે બંધ છે અને વનવિભાગ તેને પકડવા માટેની કાર્યવાહી કરી રહ્યું છે.
જૂનાગઢના ઉપરકોટમાં કિલ્લાની રાંગ પર ધોળે દિવસે ટૂરિસ્ટોએ દીપડો જોયો હતો. તેના પછી વનવિભાગે ઉપરકોટને પ્રવાસીઓ માટે દીપડો પકડાય નહીં ત્યાં સુધી બંધ કરીને તેને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી. દીપડાને પકડવા માટે ઉપરકોટમાં પાંજરા મૂકવામાં આવ્યા છે અને આ પરિસર પ્રવાસીઓ માટે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે.
ત્યારે સીસીટીવી ફૂટેજમાં જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં દીપડો આંટાફેરા મારતો દેખાયો છે. આને લઈને વનવિભાગ સક્રિય છે અને જ્યાં સુધી દીપડો પકડાશે નહીં ત્યાં સુધી ઉપરકોટ કિલ્લાને પ્રવાસીઓ માટે ફરીથી નહીં ખોલવામાં આવે.