સિંહો વચ્ચેથી સિંહની જેમ પસાર થતો સનાતની સાધુ, જુઓ Video
જ્યારે સિંહોના ટોળા વચ્ચેથી સાધુ પસાર થાય છે, ત્યારે તેમનામાં કોઈ ડર જોવા મળતો નથી અને ન તો તેઓ કોઈપણ પ્રકારની ઉતાવળ કરીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે
આજકાલ સિંહો દ્વારા વટેમાર્ગુઓ પર હુમલાના ઘણાં મામલા મીડિયામાં જોવા મળ્યા છે. પણ સોશયલ મીડિયા પર એક ભગવાધારી સનાતની સાધુનો વીડિયો વાઈરલ થયો છે.,
આ વીડિયોમાં સફેદ દાઢી અને ભગવા પહેરલા સાધુ આરામ ફરમાવી રહેલા સાત-આઠ સિંહોના ટોળા વચ્ચેથી નિર્ભયતાથી પસાર થતા જોવા મળે છે.
આ વીડિયોએ સોશયલ મીડિયા યૂઝર્સમાં કુતૂહલ ફેલાવ્યું છે.
એવી ચર્ચા પણ છેડી છે કે આ નિર્ભયતા છે કે ભગવાન પર ભરોસો છે. તો તેનો જવાબ પણ સરળ છે, ભગવાન પર ભરોસો નિર્ભયતા પેદા કરતો હોય છે.
જ્યારે સિંહોના ટોળા વચ્ચેથી સાધુ પસાર થાય છે, ત્યારે તેમનામાં કોઈ ડર જોવા મળતો નથી અને ન તો તેઓ કોઈપણ પ્રકારની ઉતાવળ કરીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે.
આ વીડિયો ગિરનારનો કે તેની આસપાસના વિસ્તારનો છે. દુનિયામાં સિંહ માત્ર બે ઠેકાણે છે, એક ગુજરાતના ગીરના જંગલોમાં અને બીજા આફ્રિકાના જંગલોમાં.